Stock Market Opening, 31st May 2023: વૈશ્વિક નબળા સંકેતોથી ભારતીય શેરબજારની કડાકા સાથે શરૂઆત થઈ છે. એચડીએફસી લાઇફ, એચસીએલ ટેક્નોલોજીસ, સન ફાર્મા, ટાટા મોટર્સ અને આઇશર મોટર્સ નિફ્ટીમાં મોટા ઉછાળામાં હતા, જ્યારે એસબીઆઇ, હિન્દાલ્કો, કોલ ઇન્ડિયા, અદાણી એન્ટરપ્રાઇઝ અને જેએસડબ્લ્યુ સ્ટીલ ઘટ્યા હતા.
આજે શેરબજારમાં ઘટાડા સાથે કારોબારની શરૂઆત થઈ છે. આજે શરૂઆતની મિનિટોમાં 800 શેરની શરૂઆત ઉછાળા સાથે અને 600 શેરની શરૂઆત ઘટાડાની સાથે થઈ છે. બેન્ક નિફ્ટીએ 100થી વધુ પોઈન્ટના ઘટાડા સાથે શરૂઆત કરી છે. આજે નિફ્ટીનો એક પણ સ્ટોક એવો નથી જે 1 ટકાથી વધુ વધ્યો હોય. જોકે દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાનો શેર 2 ટકાથી વધુના નુકસાનમાં ટ્રેડ થઈ રહ્યો છે.
કેવી રહી હતી માર્કેટની શરૂઆત
શેરબજારની શરૂઆત આજે ઘટાડાની શ્રેણીમાં થઈ છે અને BSE સેન્સેક્સ 129.16 એટલે કે 0.21 ટકાના ઘટાડા સાથે 62,839 પર ખુલ્યો છે. આ સાથે NSE નો નિફ્ટી 39.65 પોઈન્ટ્સ અથવા 0.21 ટકાના ઘટાડા સાથે 18,594 પર ખુલ્યો હતો અને આ રીતે તે 18600 ની નીચે સરકી ગયો છે.
સેન્સેક્સ અને નિફ્ટીની સ્થિતિ
સેન્સેક્સના 30 શેરોમાંથી માત્ર 11 શેરમાં જ તેજી સાથે અને 19 શેરો ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા છે. આ સિવાય NSE નિફ્ટીના 50 માંથી માત્ર 22 શેર ઝડપી રેન્જમાં છે અને 28 શેરો ઘટાડાનાં રેડ ઝોનમાં ટ્રેડ થઈ રહ્યાં છે. આ સિવાય આજે બેંક નિફ્ટીમાં 336.60 પોઈન્ટ એટલે કે 44,098 ના સ્તર પર ટ્રેડિંગ જોવા મળી રહ્યું છે.
પ્રી-ઓપનમાં બજાર કેવું હતું
પ્રી-ઓપનમાં આજે શેરબજારમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે અને BSE સેન્સેક્સ 45.35 પોઈન્ટ એટલે કે 0.07 ટકાના ઘટાડા સાથે 62923ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. આ સિવાય NSE નો નિફ્ટી 100.15 પોઈન્ટ એટલે કે 0.54 ટકાના ઘટાડા સાથે 18533 ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો હતો.
ભારતીય શેરમાર્કેટમાં પણ તેજીનો પવન ફૂંકાઈ રહ્યો છે. સ્થાનિક અને વૈશ્વિક કારણોસર શેરબજારમાં તેજીનો ચમકારો જોવા મળતા ફરી ભારતીય માર્કેટે વિશ્વના પાંચમા સૌથી મોટા બજારનો તાજ હાંસલ કર્યો છે. છેલ્લા 15 દિવસની વિદેશી રોકાણકારોની એકતરફી લેવાનીને કારણે બજારમાં કરંટ છે અને તેમાં પણ તાજેતરમાં જ અદાણી ગુ્પ અને રિલાયન્સના શેરમાં આવેલ ચમકારાએ રોકાણકારોના વિશ્વાસ અને સંપત્તિમાં વધારો કર્યો છે. ભારતીય બજારનું માર્કેટ કેપિટલાઇઝેશન 3.31 લાખ કરોડ ડોલરને સ્પર્શ્યુ છે. બીજી તરફ ફ્રાન્સને ગત સપ્તાહે તેના બજારમાં 100 અબજ ડોલરનું ધોવાણ જોયું હતુ. વિશ્વના ટોચના 10 બજારોમાં ભારત ફરી પાંચમા સ્થાને પહોંચ્યું છે.