Stock Market Opening: અમેરિકી બજારોમાં ઘટાડાની અસર ભારતીય શેર બજાર પર પણ જોવા મળી રહી છે અને ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા છે. સપ્તાહના પ્રથમ કારોબારી દિવસે સ્થાનિક શેરબજાર કોઇ પણ પ્રકારનો સપોર્ટ લઇ શકતું નથી. આઈટી સેક્ટર આજે મોટા ઘટાડા સાથે છે અને તેની અસર સેન્સેક્સ-નિફ્ટી કારોબાર પર જોવા મળી રહી છે. પાંચેય આઇટી લાર્જકેપ્સ આજે ટોપ લુઝર તરીકે કારોબાર કરી રહ્યા છે.


બજારની કેવી રીતે થઈ શરૂઆત


આજના શરૂઆતી કારોબારમાં બીએસઈનો સેંસેક્સ 233.24 અંક એટલે કે 0.43 ટકાના ઘટાડાની સાથે 54248 ના સ્તર પર અને એનએસઈ નિફ્ટી 84.45 અંક એટલે કે 0.52 ટકાની નબળાઈની સાથે 16,136 ના સ્તર પર ખૂલ્યા હતા. હાલ સેન્સેક્સ 194.51 અને નિફ્ટી 46.85 અંકના ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા છે.


નિફ્ટીની શું છે સ્થિતિ?


નિફ્ટીના શેરમાં આજે માત્ર 22 શેરોનો વધારો થયો છે અને 28 શેરો ઘટાડા પર કારોબાર કરી રહ્યા છે. આ સિવાય બેન્ક નિફ્ટી આજે સારા મોમેન્ટમ સાથે કારોબાર કરી રહ્યો છે. નિફ્ટી 158.40 અંક એટલે કે 0.45 ટકાના વધારાની સાથે 35282 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. આજે ઘટતા બજારમાં પણ બેન્ક શેરોની તેજી સારા સંકેત તરીકે જોવા મળી શકે છે.


ગુજરાતના આ શહેરમાં ભારે વરસાદથી સ્કૂલોમાં જાહેર કરાઈ રજા, જાણો વિગત


ગુજરાતમાં ચોમાસાએ જમાવટ કરી છે. અમદાવાદ સહિત તમામ જિલ્લામાં વરસાદ પડ્યો છે. અમદાવાદમાં ગઈકાલે પડેલા ભારે વરસાદના કારણે સમગ્ર શહેર પાણીમાં ગરકાવ થઈ ગયું હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. અમદાવાદમાં પડેલા ભારે વરસાદના કારણે તંત્ર દ્વારા સ્કૂલો બંધ રાખવાનો ફેંસલો લેવામાં આવ્યો છે. અમદાવાદના મ્યુનિસિપલ કમિશ્નરે ટ્વિટ કરીને લખ્યું, અમદાવાદમાં  ભારે વરસાદની પરિસ્થિતીને ધ્યાને રાખતા વિદ્યાર્થિઓના હીતમાં AMC હદવિસ્તારની  શાળાઓમા આજરોજ  રજા જાહેર કરવામાં આવે છે.


અમદાવાદમાં જળપ્રલય સર્જાયો હોય તેમ પાલડીમાં 12 ઇંચ,  ઉસ્માનપુરાણાં 15 ઇંચ, બોડકદેવમાં 13 ઇંચ, જોધપુરમાં 12 ઇંચ, બોપલમાં 12 ઇંચ,  મુક્તમપુરામાં 12 ઇચં, ગોતામાં 8 ઇંચ, ચાંદલોડિયા 7 ઈંચ વરસાદ પડ્યો છે. અમદાવાદમાં સરેરાશ 8 ઈંચ વરસાદ પડ્યો છે.