Stock Market Record: અમેરિકન ફેડરલ રિઝર્વે વ્યાજ દરોમાં 0.50 ટકાનો ઘટાડો કર્યો છે અને અપેક્ષા મુજબ સ્થાનિક શેરબજારો તેજી સાથે ઓપન થયા હતા. આજે યુએસ ફેડના નિર્ણયની તાત્કાલિક અસર ભારતીય બજાર પર જોવા મળી રહી છે અને સેન્સેક્સ-નિફ્ટી રેકોર્ડ હાઈ પર ખુલ્યા છે.






બજારની મજબૂત શરૂઆત


આજે BSE સેન્સેક્સ 410.95 પોઈન્ટ અથવા 0.50 ટકાના વધારા સાથે 83,359.17 ના સ્તર પર શરૂઆત કરી હતી. NSE નો નિફ્ટી 109.50 પોઈન્ટ અથવા 0.43 ટકાના વધારા સાથે 25,487.05 પર છે.


નિફ્ટી બેન્કમાં જબરદસ્ત વધારો


બેન્ક નિફ્ટીમાં 53357 લાઇફટાઇમ હાઇ છે. આજે શક્ય છે કે તે તેની ઓલટાઇમ હાઇને પણ પાર કરી શકે છે. બેન્ક નિફ્ટીએ શરૂઆતની મિનિટોમાં જ 53,353.30ની ઊંચી સપાટી બનાવી છે. બેન્ક નિફ્ટીના તમામ શેરમાં ઉછાળો જોવા મળ્યો છે. HDFC બેન્ક 1 ટકાથી વધુનો ઉછાળો જોવા મળ્યો છે


રોકાણકારો પર 3.3 લાખ કરોડ રૂપિયાનો વરસાદ થયો


BSE પર લિસ્ટેડ કંપનીઓના માર્કેટ કેપમાં 3.09 લાખ કરોડ રૂપિયાનો વધારો થયો છે. એટલે કે બજાર ખુલતાની સાથે જ રોકાણકારોની સંપત્તિમાં 3.09 લાખ કરોડ રૂપિયાનો વધારો થયો છે. અગાઉ 18 સપ્ટેમ્બર 2024ના રોજ, BSE પર લિસ્ટેડ તમામ શેર્સની કુલ માર્કેટ કેપ 4,67,72,947.32 કરોડ રૂપિયા હતી. આજે એટલે કે 19 સપ્ટેમ્બર 2024ના રોજ બજાર ખુલતાની સાથે જ તે 4,70,82,827.84 કરોડ રૂપિયા પર પહોંચી ગયું છે. મતલબ કે રોકાણકારોની મૂડીમાં 3,09,880.52 કરોડ રૂપિયાનો વધારો થયો છે.


અમેરિકામાં થતી કોઈપણ નાણાકીય હિલચાલની સીધી અસર ભારતીય બજારો પર પડે છે અને આ વખતે પણ એવું જ થયું છે. મોંઘવારી નિયંત્રણમાં હોવાનું કહીને અમેરિકાની સેન્ટ્રલ બેન્કે લગભગ ચાર વર્ષથી મોટી રાહત આપી છે અને પોલિસી રેટમાં 50 બેસિસ પોઈન્ટ એટલે કે 0.50 ટકાનો ઘટાડો કર્યો છે. આ પછી અમેરિકામાં વ્યાજ દરો ઘટીને 4.75 ટકાથી 5 ટકાના સ્તરે આવી ગયા છે. અગાઉ તે લાંબા સમય સુધી 5.25 ટકાથી 5.5 ટકાના સ્તરની વચ્ચે હતા.                      


Interest Rates: અમેરિકામાં ઘટ્યા વ્યાજ દરો, ચાર વર્ષ પછી ઐતિહાસિક નિર્ણય, જાણો ભારત પર શું થશે અસર?