Stock Market Today: વર્ષ 2023ના પ્રથમ ટ્રેડિંગ સેશનમાં નબળી શરૂઆત બાદ ભારતીય શેરબજાર તેજી સાથે બંધ થયું હતું, પરંતુ આજે ફરીવાર વૈશ્વિક બજારની અસર ભારતીય શેરબજાર પર જોવા મળી રહી છે. વૈશ્વિક બજારમાં ઘટાડા બાદ આજે ભારતીય શેરબજારમાં પણ ઘટાડા સાથે શરૂઆત થઈ છે.
આજે બીએસઈનો સેન્સેક્સ ગઈકાલના 61167.79ની સામે 92.91 પોઈન્ટ ઘટીને 61074.88 પર ખુલ્યો હતો જ્યારે નિફ્ટી ગઈકાલના 18197.45ની સામે 34.25 પોઈન્ટ ઘટીને 18163.2 પર ખુલ્યો હતો. બેંક નિફ્ટીની વાત કરીએ તો તે ગઈકાલના 43203.1ની સામે 51.65 પોઈન્ટ ઘટીને 43151.45 પર ખુલ્યો હતો.
આજના કારોબારમાં PSU બેન્ક ઈન્ડેક્સમાં 1 ટકાનો ઉછાળો છે. ઓટો, એફએમસીજી, મેટલ અને ફાર્મા શેરોમાં દબાણ છે. આ તમામ સૂચકાંકો નિફ્ટી પર લાલ નિશાનમાં છે. બેંક, ફાઇનાન્શિયલ, આઇટી અને રિયલ્ટી ઇન્ડેક્સ લીલા નિશાનમાં છે.
હેવીવેઇટ શેરોમાં વેચવાલી છે. સેન્સેક્સ 30ના 23 શેરો લાલ નિશાનમાં છે. આજના ટોપ ગેનર્સમાં AXISBANK, SBI, INDUSINDBK, TATAMOTORS, KOTAKBANK, TCS નો સમાવેશ થાય છે. જ્યારે ટોપ લૂઝર્સમાં SUNPHARMA, RIL, HUL, ITC, M&M, Airtel, HCL, મારુતિ, ટાઇટનનો સમાવેશ થાય છે.
સેન્સેક્સમાં વધનારા-ઘટનારા સ્ટોક
અગાઉના સત્રમાં સેન્સેક્સ 327 પોઈન્ટના ઘટાડા સાથે 61,168 પર બંધ થયો હતો, જ્યારે નિફ્ટી 92 પોઈન્ટના ઘટાડા સાથે 18,197 પર બંધ થયો હતો.
એશિયન બજારમાં મંદીની ચાલ
એશિયાના મોટાભાગના શેરબજારો આજે સવારે ઘટાડા પર ખુલ્યા છે અને લાલ નિશાન પર કારોબાર કરી રહ્યા છે. આજે સવારે સિંગાપોર સ્ટોક એક્સચેન્જમાં 0.27 ટકાનો ઘટાડો છે, જ્યારે હોંગકોંગમાં 1.17 ટકાનો ઘટાડો છે. તાઈવાનનું માર્કેટ પણ 0.67 ટકાનું નુકસાન દર્શાવી રહ્યું છે. દક્ષિણ કોરિયાનું માર્કેટ 1.56 ટકા ઘટીને ટ્રેડ કરી રહ્યું છે, જ્યારે ચીનનું શાંઘાઈ કમ્પોઝિટ 0.31 ટકા ડાઉન છે.
વિદેશી રોકાણકારોની ઉદાસીનતા યથાવત છે
વિદેશી રોકાણકારો ભારતીય મૂડીબજારમાંથી નાણાં ઉપાડવાની પ્રક્રિયાને રોકી રહ્યાં નથી અને છેલ્લા ટ્રેડિંગ સેશનમાં પણ વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ 212.57 કરોડના શેર વેચીને બજારમાંથી નાણાં પાછા ખેંચી લીધા હતા. જો કે, તે જ સમયગાળા દરમિયાન, સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ રૂ. 743.35 કરોડના શેર ખરીદ્યા હતા, જેના કારણે બજારમાં તેજી આવી હતી.