Stock Market Today: શેરબજારમાં આજે સારી તેજી સાથે કારોબાર શરૂ થયો છે અને પ્રી-ઓપનિંગમાં જ બજાર લીલા નિશાનમાં જોવા મળ્યું હતું. ડૉલરની સામે રૂપિયો પણ લીલા નિશાનમાં જોવા મળી રહ્યો છે અને ડૉલરની સામે 79.81ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. શેરબજારમાં ગઈકાલની મજબૂત તેજી આજે પણ ચાલુ રહેવાની ધારણા છે.


કેવી રીતે ખુલ્યું બજાર


આજે, BSE 30 શેરનો સૂચકાંક સેન્સેક્સ 39.38 પોઈન્ટ અથવા 0.66 ટકાના વધારા સાથે 59,285 પર ખુલ્યો હતો અને NSEનો 50 શેરનો ઈન્ડેક્સ 29.90 પોઈન્ટના વધારા સાથે 17,695 પર ખુલ્યો હતો.


સેક્ટોરલ ઇન્ડેક્સ


બજારમાં ચોતરફ ખરીદી છે. આજના કારોબારમાં બેંક, ફાઈનાન્શિયલ અને ઓટો શેરોમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. નિફ્ટી પરના ત્રણેય સૂચકાંકો અડધા ટકાથી વધુ વધ્યા છે. રિયલ્ટી ઇન્ડેક્સ પણ અડધા ટકા વધ્યો છે. આઇટી, મેટલ, ફાર્મા સહિતના અન્ય સૂચકાંકો પણ લીલા નિશાનમાં છે.


હેવીવેઇટ શેરોમાં ખરીદારી જોવા મળી રહી છે. આજના ટોપ ગેઇનર્સમાં NTPC, MARUTI, INDUSINDBK, RELIANCE, POWERGRID, BHARTIARTL, ICICIBANK, HDFCBANKનો સમાવેશ થાય છે.


વૈશ્વિક બજારમાં મિશ્ર વલણ


આજના કારોબારમાં એશિયાના મુખ્ય બજારોમાં મિશ્ર વલણ જોવા મળી રહ્યું છે. બીજી તરફ સ્ટોક ફ્યુચર્સમાં વધારો જોવા મળી રહ્યો છે. અગાઉ અમેરિકી બજારો ઘટાડા સાથે બંધ થયા હતા. ડાઉ જોન્સ 338 પોઈન્ટ ઘટીને 31,318.44 ના સ્તર પર બંધ થયો હતો. S&P 500 ઇન્ડેક્સ 1.1 ટકા ઘટીને 3,924.26 પર બંધ થયો હતો. જ્યારે નાસ્ડેક 1.3 ટકા ઘટીને 11,630.86ના સ્તરે બંધ રહ્યો હતો.


ક્રૂડમાં નરમાઈ


બ્રેન્ટ ક્રૂડ નરમ છે. આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રેન્ટ ક્રૂડ 95 ડોલર પ્રતિ બેરલ પર છે. જ્યારે યુએસ ક્રૂડ 89 ડોલર પ્રતિ ડોલર છે. યુએસમાં 10 વર્ષની બોન્ડ યીલ્ડ 3.22 ટકા છે. એશિયન બજારોની વાત કરીએ તો, SGX NIFTY 0.10 ટકા ઉપર છે, જ્યારે Nikkei 225 અને Straight Times સપાટ દેખાઈ રહ્યા છે. હેંગ સેંગમાં 0.42 ટકાની નબળાઈ છે. તાઈવાન વેઈટેડ, કોસ્પી અને શાંઘાઈ કમ્પોઝિટ ગ્રીન ઝોનમાં ટ્રેડ થઈ રહ્યા છે.


પ્રી-માર્કેટમાં કેવી ચાલ હતી


આજે બજારના પ્રી-ઓપનિંગમાં નિફ્ટી 17700ની નજીક પહોંચી ગયો હતો. નિફ્ટી 50માં 29 પોઈન્ટના ઉછાળા બાદ 0.17 ટકાના ઉછાળા સાથે 17695ની સપાટી જોવા મળી રહી છે. પ્રી-ઓપનિંગમાં નિફ્ટી બેન્ક પણ લીલા નિશાનમાં જોવા મળી હતી.