Stock Market Today: સાપ્તાહિક એક્સપાયરીના દિવસે શેરબજારમાં તેજી જોવા મળી રહી છે. સેન્સેક્સ અને નિફ્ટી મજબૂતી સાથે કારોબાર કરી રહ્યા છે. શેરબજારને નીચલા સ્તરેથી સારો સપોર્ટ મળ્યો છે. આજે વૈશ્વિક સંકેતો પણ મજબૂત દેખાઈ રહ્યા છે અને તેની અસર ભારતીય શેરબજાર પર જોવા મળી રહી છે.


કેવી રીતે ખુલ્યું બજાર


આજે BSE સેન્સેક્સ 54146 ના સ્તર પર ખુલ્યો છે અને NSE નિફ્ટી 16,113 ના સ્તર પર ખુલવામાં સફળ રહ્યો છે. બજાર ખુલ્યાની થોડી જ મિનિટોમાં સેન્સેક્સ 376.57 પોઈન્ટ અથવા 0.70 ટકાના ઉછાળા સાથે 54,127.54 પર ટ્રેડ કરી રહ્યો હતો. બીજી તરફ નિફ્ટી 116.90 પોઈન્ટ અથવા 0.73 ટકાના ઉછાળા સાથે 16,106.70 પર ટ્રેડ કરી રહ્યો છે.


આજના ટ્રેડિંગમાં ચોતરફ ખરીદી છે. નિફ્ટી પર બેન્ક અને ઓટો ઈન્ડેક્સ લગભગ 1 ટકા મજબૂત દેખાઈ રહ્યા છે, જ્યારે આઈટી ઈન્ડેક્સ લગભગ 1.5 ટકા ઉપર છે. રિયલ્ટી ઇન્ડેક્સ પણ 1 ટકાથી વધુ વધ્યો છે. નાણાકીય સૂચકાંક અડધા ટકાથી વધુ ઉપર છે. એફએમસીજી, મેટલ અને ફાર્મા સહિતના અન્ય સૂચકાંકો પણ લીલા નિશાનમાં જોવા મળી રહ્યા છે.


હેવીવેઇટ શેરોમાં સારી ખરીદારી જોવા મળી રહી છે. આજે સેન્સેક્સ 30ના 28 શેરો લીલા નિશાનમાં જોવા મળી રહ્યા છે. આજના ટોપ ગેનર્સમાં TITAN, POWERGRID, SUNPHARMA, NTPC, M&M અને ICICIBANKનો સમાવેશ થાય છે.


આજના વધનારા સ્ટોક


ટાઇટન 4.94 ટકા અને એશિયન પેઇન્ટ્સ 2.24 ટકા ઉપર છે. BPCL 2.05 ટકા ઉપર છે. NPCમાં 2.02 ટકા અને વિપ્રોમાં 1.77 ટકાના વધારા સાથે કારોબાર ચાલુ છે. ONGC 1.61 ટકા અને પાવરગ્રીડ 1.59 ટકાની મજબૂતી પર યથાવત છે.


આજના ઘટનારા સ્ટોક


બજાજ ફિનસર્વ 1.06 ટકા અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ 0.92 ટકા ડાઉન છે. બજાજ ફાઇનાન્સ 0.55 ટકા, બ્રિટાનિયા ઇન્ડસ્ટ્રીઝ 0.32 ટકા અને સિપ્લા 0.29 ટકાના ઘટાડા સાથે જોવા મળી રહ્યા છે.