Stock Market Today: શેરબજારમાં આજે ઘટાડા સાથે કારોબારની શરૂઆત થઈ છે અને બેંક શેરોમાં થયેલા મોટા ઘટાડાને કારણે શેરબજારમાં નીચે પડ્યું છે. ગઈ કાલે અમેરિકી બજારો અડધાથી 0.75 ટકાના ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા હતા અને તેનું દબાણ ભારતીય શેરબજાર પર જોવા મળી રહ્યું છે.


કેવી રીતે ખુલ્યું બજાર


આજના બજારની શરૂઆતમાં BSE ના 30 શેરો વાળા ઈન્ડેક્સ સેન્સેક્સ 407.73 પોઈન્ટ અથવા 0.69 ટકાના ઘટાડા સાથે 58,789.26 ના સ્તર પર ખુલ્યા છે. બીજી તરફ, NSEનો 50 શેરવાળો ઈન્ડેક્સ નિફ્ટી 136.20 પોઈન્ટ અથવા 0.77 ટકાના ઘટાડા સાથે 17,519.40 પર ખુલીને ટ્રેડ થઈ રહ્યો છે.


સેક્ટોરલ ઇન્ડેક્સ


આજના કારોબારમાં માત્ર મીડિયા, મેટલ, ફાર્મા અને ઓઈલ એન્ડ ગેસ સેક્ટરમાં જ તેજી જોવા મળી રહી છે અને બાકીના સેક્ટરમાં ઘટાડા સાથે કારોબાર થઈ રહ્યો છે. બેંક શેરોમાં 0.66 ટકાનો સૌથી મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે અને આઈટી સેક્ટર 0.63 ટકાના ઘટાડા સાથે કારોબાર કરી રહ્યું છે. ફાયનાન્સિયલ સર્વિસીસ 0.6 ટકા અને ઓટો શેર 0.42 ટકા ડાઉન છે.


નિફ્ટી અને સેન્સેક્સમાં મંદીની ચાલ


સેન્સેક્સના 30 શેરોમાંથી માત્ર 5 શેર જ લાભ સાથે ટ્રેડ થઈ રહ્યા છે અને બાકીના 25 શેરો ડાઉન છે. આ સિવાય નિફ્ટીના 50માંથી 9 શેરમાં તેજી છે અને 39 શેરોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. 2 શેર કોઈપણ ફેરફાર વગર ટ્રેડ થઈ રહ્યા છે.


વૈશ્વિક બજારમાં વેચવાલી


આજના કારોબારમાં એશિયાના મુખ્ય બજારોમાં વેચવાલી જોવા મળી રહી છે. જ્યારે મંગળવારના ઘટાડા બાદ સ્ટોક ફ્યુચર્સ ફ્લેટ દેખાઈ રહ્યા છે. મંગળવારે અમેરિકાના બજારોમાં ઘટાડો જોવા મળ્યો હતો. મંગળવારે ડાઉ જોન્સમાં 173 અંક એટલે કે 0.55 ટકાની નબળાઈ હતી અને તે 31,145.30 ના સ્તર પર બંધ થયો હતો. S&P 500 ઇન્ડેક્સ 0.41 ટકા ઘટીને 3,908.19 પર બંધ થયો હતો. જ્યારે નાસ્ડેક કમ્પોઝિટમાં 0.74 ટકાની નબળાઈ જોવા મળી હતી અને તે 11,544.91ના સ્તરે બંધ રહ્યો હતો.


ક્રૂડના ભાવમાં ઘટાડો


બ્રેન્ટ ક્રૂડના ભાવમાં ઘટાડો થયો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલ 92 ડોલર પ્રતિ બેરલ પર નબળો પડી ગયો છે. મંદીની આશંકાથી ભાવ ઘટી રહ્યા છે. યુએસ ક્રૂડ 85 ડોલર પ્રતિ બેરલ પર છે. યુએસમાં, 10-વર્ષના બોન્ડની ઉપજ 3.346 ટકા છે. એશિયન બજારોની વાત કરીએ તો, SGX નિફ્ટી 1.13 ટકા અને નિક્કી 225 1.05 ટકા નબળો છે. સ્ટ્રેટ ટાઇમ્સ 0.57 ટકા ડાઉન છે, જ્યારે હેંગ સેંગ 1.35 ટકા ડાઉન છે. તાઈવાન વેઈટેડમાં 1.50 ટકા અને કોસ્પીમાં 1.57 ટકા નબળાઈ જોવા મળી રહી છે, જ્યારે શાંઘાઈ કમ્પોઝિટ 0.05 ટકા ઉપર છે.