Stock Market Today: આજે વૈશ્વિક બજારમાંથી મજબૂત સંકેત મળી રહ્યા છે પણ ભારતમાં પણ રોકાણકારો પર તેની અસ જોવા મળી રહી છે. આજે ભારતીય શેરબજારમાં તેજી સાથે શરૂઆત થઈ છે. 


આજે બીએસઈનો સેન્સેક્સ ગઈકાલના 60431.84ની સામે 118.41 પોઈન્ટ વધીને 60550.25 પર ખુલ્યો હતો જ્યારે નિફ્ટી ગઈકાલના 17770.9ની સામે 69.45 પોઈન્ટ વધીને 17840.35 પર ખુલ્યો હતો. બેંક નિફ્ટીની વાત કરીએ તો તે ગઈકાલના 41282.2ની સામે 128.25 પોઈન્ટ વધીને 41410.45 પર ખુલ્યો હતો.


9-16 કલાકે સેન્સેક્સ 231.10 પોઈન્ટ અથવા 0.38% વધીને 60662.94 પર અને નિફ્ટી 63.80 પોઈન્ટ અથવા 0.36% વધીને 17834.70 પર હતો. લગભગ 1249 શેર વધ્યા છે, 720 શેર ઘટ્યા છે અને 123 શેર યથાવત છે.


યુપીએલ, ઇન્ફોસિસ, અદાણી પોર્ટ્સ, એચસીએલ ટેક્નોલોજીસ અને ટીસીએસ નિફ્ટીમાં સૌથી વધુ વધનારા સ્ટોક હતા, જ્યારે અપોલો હોસ્પિટલ્સ, બીપીસીએલ, કોલ ઈન્ડિયા, કોટક મહિન્દ્રા બેન્ક અને એસબીઆઈ લાઈફ ઈન્સ્યોરન્સ સૌથી વધુ ઘટનારા સ્ટોક હતા. 


સેન્સેક્સમાં વધનારા-ઘટનારા સ્ટોક




નિફ્ટીમાં સેક્ટરની ચાલ




યુએસ ફુગાવાના ડેટાની આગળ વૈશ્વિક બજારો હકારાત્મક


યુએસમાં આજે ફુગાવાના ડેટાની આગળ વૈશ્વિક સંકેતો શુભ દેખાઈ રહ્યા છે. SGX NIFTY 50 પોઈન્ટની આસપાસ ટ્રેડ કરી રહ્યો છે. એશિયામાં પણ મજબૂતી જોવા મળી રહી છે. ગઈકાલે અમેરિકન બજારો પણ 1% થી વધુના ઉછાળા સાથે બંધ થયા હતા. જ્યારે ડાઉ જોન્સ 377 પોઈન્ટના વધારા સાથે બંધ રહ્યો હતો. જ્યારે S&P 500 ઇન્ડેક્સ 1.14% વધીને બંધ થયો હતો. નાસ્ડેક લગભગ 1.50% વધીને બંધ થયો હતો.


FIIs-DIIs આંકડાઓ


વિદેશી રોકાણકારોએ સતત બીજા દિવસે રોકડ બજારમાં ખરીદી કરી હતી. સોમવારે સ્થાનિક શેરબજારે સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે રૂ. 1,322 કરોડના શેરની ખરીદી કરી હતી. જ્યારે વિદેશી રોકાણકારોએ રૂ. 522 કરોડના શેર ખરીદ્યા છે. જોકે, વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ ચાલુ મહિને અત્યાર સુધીમાં કુલ રૂ. 4,091 કરોડનું વેચાણ કર્યું છે. સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ આ મહિનામાં અત્યાર સુધીમાં રૂ. 6,975 કરોડની ખરીદી કરી છે.


NSE પર F&O પ્રતિબંધ હેઠળ શેર્સ 


14 ફેબ્રુઆરીના રોજ, 4 શેરો BHEL, પંજાબ નેશનલ બેંક, અંબુજા સિમેન્ટ્સ અને ઇન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઇનાન્સ NSE પર F&O પ્રતિબંધ હેઠળ છે. અમે તમને જણાવી દઈએ કે સિક્યોરિટીઝમાં પોઝિશન તેમની માર્કેટ વાઈડ પોઝિશન લિમિટ કરતાં વધી જાય તો F&O સેગમેન્ટમાં સમાવિષ્ટ સ્ટોક્સને પ્રતિબંધની શ્રેણીમાં મૂકવામાં આવે છે.


13 ફેબ્રુઆરીએ બજાર કેવું હતું


કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે શેરબજારમાં દબાણ જોવા મળ્યું હતું. આઈટી અને બેન્કિંગ શેરોમાં વેચવાલીથી બજાર નીચે આવ્યું હતું. આજે, BSE મિડકેપ અને સ્મોલકેપ સૂચકાંકોમાં 1.25 ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો હતો.


30 શેરોવાળો સેન્સેક્સ 250.86 પોઈન્ટ અથવા 0.41 ટકાના ઘટાડા સાથે 60,431.84 પોઈન્ટ પર બંધ થયો હતો. ટ્રેડિંગ દરમિયાન સેન્સેક્સ ઉંચી સપાટીએ 60,740.95 પોઈન્ટ સુધી ગયો અને તળિયે 60,245.05 પોઈન્ટ પર આવ્યો. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી પણ 85.60 પોઈન્ટ અથવા 0.48 ટકાના ઘટાડા સાથે 17,770.90 પોઈન્ટ પર બંધ થયો હતો.