Offline Digital Payments: દેશની સૌથી મોટી બેંક HDFC બેંકે ઓફલાઇન ડિજિટલ પેમેન્ટની સુવિધા લોન્ચ કરી છે. પાયલોટ પ્રોજેક્ટ તરીકે લોન્ચ કરવામાં આવેલ આ સુવિધાને એચડીએફસી બેંક(HDFC Bank ) એ ક્રંચફિશ ( Crunchfish)સાથે મળીને વેપારીઓ અને ગ્રાહકો માટે ઑફલાઇન ડિજિટલ પેમેન્ટના આ સોલ્યુશન્સના ટેસ્ટિંગ માટે લોન્ચ કર્યું છે.  આરબીઆઈના રેગ્યુલેટરી સેન્ડબોક્સ પ્રોગ્રામ ( RBI Regulatory Sandbox Program)ના   ઓફલાઈનપે  ( OfflinePay)હેઠળ તેને લોન્ચ કરવામાં આવ્યું છે.


એચડીએફસી બેંકના ઓફલાઈનપે હેઠળ  ગ્રાહકો અને વેપારીઓ મોબાઇલ નેટવર્ક વગર પણ ચૂકવણી કરી શકશે અને તેને રિસિવ પણ કરી શકશે.  ઓફલાઈન મોડમાં ડિજિટલ પેમેન્ટ સોલ્યુશન લોન્ચ કરનારી HDFC બેંક દેશની પ્રથમ બેંક બની ગઈ છે. HDFC બેંકની ઓફલાઇનપેની સુવિધાથી  નાના શહેરો, ગ્રામીણ વિસ્તારો અને શહેરોમાં ડિજિટલ પેમેન્ટ સરળતાથી કરી શકાશે. 


શહેરી વિસ્તારોમાં મોટા પબ્લિક ઈવેન્ડ, ટ્રેડ  ફેયર,  પ્રદર્શનો જ્યાં મોબાઇલ નેટવર્કમાં વધુ કંજેશન હોય છે ત્યાં પણ ઓફલાઇનપે હેઠળ સરળતાથી કેશલેસ ચુકવણીઓ કરી શકાશે. એટલું જ નહી,  અંડરગ્રાઉન્ડ મેટ્રો સ્ટેશન, પાર્કિંગ પ્લોટ, રિટેલ સ્ટોર્સ કે જે નેટવર્ક બ્લાઇન્ડ સ્પોટ છે ત્યાં સરળથાથી વ્યવહારો કરી શકાશે.  પ્લેન, ટ્રેન અથવા જહાજોમાં પણ નેટવર્ક વગર સરળથાથી ચુકવણી કરી શકાય છે. આ તેના પ્રકારનું પ્રથમ ડિજિટલ પેમેન્ટ સોલ્યુશન છે જે આરબીઆઈના નિયમનકારી સેન્ડબોક્સ પ્રોગ્રામ હેઠળ પાયલોટ પ્રોજેક્ટ તરીકે શરૂ કરવામાં આવ્યું છે.


આરબીઆઈના સેન્ડબોક્સ પ્રોગ્રામ હેઠળ  એચડીએફસી બેંક સતત રેગ્યુલેટર સાથે પ્રોજેક્ટ પર કામ કરી રહી હતી. સપ્ટેમ્બર 2022 માં આરબીઆઈથી ક્રંચફિશ સાથે પાર્ટનરશિપમાં તૈયાર કરાયેલા  HDFC બેંકની આ એપ્લિકેશનને RBI તરફથી ગ્રીન સિગ્નલ મળી ગયું હતું જેથી રેગ્યુલેટરી સેન્ડબોક્સથી એક્સેસ કરી શકાય. ક્રંચફિશ ડિજિટસ કેશ એબી  Crunchfish ABની સબ્સિડિયરી છે જે નૈસબેક પર લિસ્ટેડ છે. જો પાયલટ પ્રોજેક્ટ સફળ રહ્યો તો દેશમાં ઓફલાઈન ડિજિટલ પેમેન્ટ સિસ્ટમમાં નવા અધ્યાયની શરુઆત થશે.  


Inflation : દેશવાસીઓને મોંઘવારીનો વધુ એક કડવો ડોઝ, સામે આવ્યા આંકડા


ભારતમાં ફરી એકવાર મોંઘવારીએ દેશના લોકોની ચિંતા વધારી છે. સામાન્ય માણસ પર ફરી એકવાર મોંઘવારીનો બોજ વધી ગયો છે. જાન્યુઆરી 2023માં રિટેલ મોંઘવારી દર ફરી એકવાર માત્ર 6 નહીં પરંતુ સાડા છ ટકાને પાર કરી ગયો છે. જાન્યુઆરી 2023માં રિટેલ મોંઘવારી દર મોટા ઉછાળા સાથે 6.52 ટકા પર પહોંચી ગયો છે. જ્યારે ડિસેમ્બર 2022માં છૂટક ફુગાવાનો દર 5.72 ટકા હતો.


રિટેલ મોંઘવારી વધવાનું આ છે કારણ


જો આપણે છૂટક ફુગાવાના કારણો પર નજર કરીએ તો જાન્યુઆરીમાં ખાદ્ય ચીજોનો ફુગાવાનો દર 5.94 ટકા પર પહોંચી ગયો છે. જે ડિસેમ્બર 2022માં 4.19 ટકા હતો. એટલે કે જાન્યુઆરીમાં ખાદ્યપદાર્થો મોંઘા થયા છે. જાન્યુઆરી 2022માં ખાદ્ય ચીજવસ્તુઓનો મોંઘવારી દર 5.43 ટકા હતો. જાન્યુઆરી 2023માં મોંઘા દૂધની અસર છૂટક ફુગાવાના દર પર દેખાઈ રહી છે. દૂધ અને તેનાથી બનેલ ઉત્પાદનોનો મોંઘવારી દર 8.79 ટકા રહ્યો છે. 


આંકડા પ્રમાણે મસાલા પણ મોંઘા થયા છે અને તે જ મોંઘવારી દર 21.09 ટકા રહ્યો છે. અનાજ અને ઉત્પાદનોનો મોંઘવારી દર 16.12 ટકા રહ્યો છે. જ્યારે માંસ અને માછલીનો મોંઘવારી દર 6.04 ટકા, ઈંડાનો 8.78 ટકા રહ્યો છે. લીલોતરી અને શાકભાજીનો ફુગાવાનો દર નકારાત્મક છે અને તે -11.70 ટકા રહ્યો છે. ફળોનો મોંઘવારી દર 2.93 ટકા હતો.