Stock Market Today: વૈશ્વિક બજારમાં મિશ્ર કારોબારની વચ્ચે આજે ભારતીય શેરબજારમાં મંદી સાથે શરૂઆત થઈ છે. અમેરિકામાં મોંઘવારીમાં વધારો થતા ફરી એક વખત ફેડ વ્યાજ દરમાં વધારો કરે તેવી ધારણાએ બજારમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. 

આજે બીએસઈનો સેન્સેક્સ ગઈકાલના 61032.26ની સામે 42.21 પોઈન્ટ ઘટીને 60990.05 પર ખુલ્યો હતો જ્યારે નિફ્ટી ગઈકાલના 17929.85ની સામે 33.25 પોઈન્ટ ઘટીને 17896.6 પર ખુલ્યો હતો. બેંક નિફ્ટીની વાત કરીએ તો તે ગઈકાલના 41648.35ની સામે 26.25 પોઈન્ટ વધીને 41674.6 પર ખુલ્યો હતો.

સેન્સેક્સ 163.13 પોઈન્ટ અથવા 0.27% ઘટીને 60869.13 પર હતો અને નિફ્ટી 43.60 પોઈન્ટ અથવા 0.24% ઘટીને 17886.20 પર હતો. લગભગ 986 શેર વધ્યા છે, 958 શેર ઘટ્યા છે અને 144 શેર યથાવત છે.

અદાણી એન્ટરપ્રાઈઝ, આઈશર મોટર્સ, ગ્રાસિમ ઈન્ડસ્ટ્રીઝ, યુપીએલ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ નિફ્ટીમાં સૌધી વધુ વધનારા સ્ટોક હતા, જ્યારે ITC, એપોલો હોસ્પિટલ્સ, HUL, L&T અને વિપ્રો સૌથી વધુ ઘટનારા સ્ટોક હતા. 

બજાર ખુલતાં જ માર્કેટ કેપમાં ઘટાડો નોંધાયો છે. 

  માર્કેટ કેપ (કરોડ રૂપિયામાં)
ગઈકાલની બંધ રકમ 26600678
આજની રકમ 26559923
તફાવત -40755

સેન્સેક્સમાં સૌથી વધુ વધનારા-ઘટનારા સ્ટોક


સેક્ટરની ચાલ


આજે એટલે કે 15 ફેબ્રુઆરીએ વૈશ્વિક બજારમાં કારોબાર મિશ્રિત જોવા મળી રહ્યો છે. અમેરિકામાં છૂટક ફુગાવો ઘટ્યો છે પરંતુ તેની અસર એશિયન બજારોમાં જોવા મળી નથી. અમેરિકા અને યુરોપના શેરબજારોમાં પણ આ આંકડાઓથી વધારે એક્શન જોવા મળી નથી.

વૈશ્વિક બજારના સંકેતોને પગલે ભારતીય શેરબજારમાં આજે મંદીની ચાલ જોવા મળશે. નિષ્ણાતો માને છે કે ડૉલર ઇન્ડેક્સમાં સ્થિરતા અને સોના-ચાંદીની રેન્જમાં રહેવાથી બજારને ટેકો મળી શકે છે. આ સિવાય વિદેશી રોકાણકારો (FII) પણ ખરીદીમાં પાછા ફર્યા છે. FIIએ 14 ફેબ્રુઆરીએ રૂ. 1,305.30 કરોડના શેર ખરીદ્યા હતા.

વૈશ્વિક બજારની વાત કરીએ તો આજે ડાઉ 150 પોઈન્ટ લપસી ગયો હતો, S&P 500 ફ્લેટ હતો અને NASDAQ 0.7% વધીને ટ્રેડ થઈ રહ્યો હતો. માર્કેટ વોચ આજે જાન્યુઆરી રિટેલ વેચાણ 1.8% વધવાની ધારણા છે.

FII અને DIIના આંકડા

14 ફેબ્રુઆરીએ વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ ભારતીય બજારોમાં રૂ. 1305.30 કરોડની ખરીદી કરી હતી. સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ પણ તે જ દિવસે રૂ. 204.79 કરોડની ખરીદી કરી હતી.

NSE પર F&O પ્રતિબંધ હેઠળ આવતા શેર

15મી ફેબ્રુઆરી 4ના રોજ NSE પર BHEL, પંજાબ નેશનલ બેંક, અંબુજા સિમેન્ટ્સ અને ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઈનાન્સ F&O પર પ્રતિબંધ છે. તમને જણાવી દઈએ કે સિક્યોરિટીઝમાં પોઝિશન તેમની માર્કેટ વાઈડ પોઝિશન લિમિટ કરતાં વધી જાય તો F&O સેગમેન્ટમાં સમાવિષ્ટ સ્ટોક્સને પ્રતિબંધની શ્રેણીમાં મૂકવામાં આવે છે.

14 ફેબ્રુઆરીએ બજાર તેજી સાથે બંધ થયું હતું

મંગળવારે શેરબજારમાં જોરદાર તેજી નોંધાઈ હતી અને BSE સેન્સેક્સ 600 પોઈન્ટના વધારા સાથે 61 હજારની ઉપર બંધ થયો હતો.

30 શેરો ધરાવતો BSE સેન્સેક્સ શરૂઆતના કારોબારમાં 60,550 પોઈન્ટ પર મજબૂત ખુલ્યો હતો. વેપાર દરમિયાન તે 61,103 પોઈન્ટની ઊંચી સપાટીએ ગયો હતો. અંતે તે 600 પોઈન્ટ અથવા 0.99 ટકા વધીને 61,032.26 પર બંધ રહ્યો હતો.

એ જ રીતે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 50 પણ 158.95 પોઈન્ટ અથવા 0.89 ટકાના વધારા સાથે 17,929.85 પોઈન્ટ પર બંધ થયો હતો.