Stock Market Today: શેરબજારમાં આજે જબરદસ્ત વૃદ્ધિ જોવા મળી રહી છે અને યુએસ ફેડરલ રિઝર્વ ગઈકાલે વ્યાજ દરમાં વધારાની જાહેરાત કરવાં છતા ભારતીય સ્ટોક માર્કેટમાં શાનદાર તેજી જોવા મળી રહી છે.


આજના કારોબારમાં સેન્સેક્સ અને નિફ્ટીમાં જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ લગભગ 550 પોઈન્ટ ઉછળ્યો છે. જ્યારે નિફ્ટી 15850ને પાર કરી ગયો છે. યુએસ ફેડએ ફુગાવાને કાબૂમાં લેવા માટે વ્યાજ દરમાં 0.75 ટકાનો વધારો કર્યો છે. તે જ સમયે, એવા સંકેતો છે કે કેન્દ્રીય બેંક ફુગાવાને ઘટાડવા પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે અને જુલાઈમાં દરો ફરીથી 0.75 ટકા વધી શકે છે. આનાથી એવી લાગણી ઉભી થઈ કે સરકાર મોંઘવારી પ્રત્યે ગંભીર છે. જે બાદ વૈશ્વિક બજારમાં તેજી જોવા મળી રહી છે. હાલમાં સેન્સેક્સ 575 પોઈન્ટ વધીને 53117 ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી 158 અંક વધીને 15850 ના સ્તર પર કારોબાર કરી રહ્યો છે.


આજના કારોબારમાં બેંક, ફાઈનાન્શિયલ અને આઈટી શેરોમાં સારી ખરીદારી છે. નિફ્ટી પરના ત્રણેય સૂચકાંકો 1 ટકાથી વધુ વધ્યા છે. ઓટો, ફાર્મા, મેટલ, એફએમસીજી અને રિયલ્ટી સહિતના અન્ય મુખ્ય સૂચકાંકો પણ લીલા નિશાનમાં છે. હેવીવેઇટ શેરોમાં સારી ખરીદી. સેન્સેક્સ 30ના 26 શેર લીલા નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા છે. આજના ટોપ ગેનર્સમાં RELIANCE, MARUTI, BAJFINANCE, ICICIBANK, ITC, SBIN, INFY અને TITAN નો સમાવેશ થાય છે.


કેવી રીતે ખુલ્યું બજાર


સ્થાનિક શેરબજાર આજે જોરદાર ગતિ સાથે ખુલવામાં સફળ રહ્યું છે. આજના કારોબારમાં BSE સેન્સેક્સ ખુલતાની સાથે જ 53,000ને પાર કરી ગયો છે. સેન્સેક્સ 477.52 પોઈન્ટ્સ અથવા 0.91 ટકાના વધારા સાથે 53,018.91 પર ખુલ્યો અને NSE નિફ્ટી 140.10 પોઈન્ટ્સ અથવા 0.89 ટકાના વધારા સાથે 15,832.25 પર ખુલ્યો.