Stock Market Today: વૈશ્વિક બજારમાં મંદીની ચાલની વચ્ચે આજે સપ્તાના અંતિમ દિવસે ભારતીય શેરબજારમાં પણ ઘટાડા સાથે શરૂઆત થઈ છે. 

આજે બીએસઈનો સેન્સેક્સ ગઈકાલના 61319.51ની સામે 325.97 પોઈન્ટ ઘટીને 60993.54 પર ખુલ્યો હતો જ્યારે નિફ્ટી ગઈકાલના 18035.85ની સામે 61 પોઈન્ટ ઘટીને 17974.85 પર ખુલ્યો હતો. બેંક નિફ્ટીની વાત કરીએ તો તે ગઈકાલના 41631.35ની સામે 117.35 પોઈન્ટ ઘટીને 41514 પર ખુલ્યો હતો.

9-16 કલાકે સેન્સેક્સ 321.96 પોઈન્ટ અથવા 0.53% ઘટીને 60,997.55 પર અને નિફ્ટી 85.80 પોઈન્ટ અથવા 0.48% ઘટીને 17,950 પર હતો. લગભગ 814 શેર વધ્યા છે, 1071 શેર ઘટ્યા છે અને 124 શેર યથાવત છે.

ટાટા સ્ટીલ, બીપીસીએલ, અલ્ટ્રાટેક સિમેન્ટ, જેએસડબલ્યુ સ્ટીલ અને હિન્દાલ્કો ઈન્ડસ્ટ્રીઝ નિફ્ટીમાં સૌથી વધુ વધનારા સ્ટોક હતા.  જ્યારે નેસ્લે ઈન્ડિયા, હીરો મોટોકોર્પ, એચસીએલ ટેક, ટેક મહિન્દ્રા અને સિપ્લા સૌથી વધુ ઘટનારા સ્નુટોક હતા. 

સેન્સેક્સમાં વધનારા ઘટનારા સ્ટોક


સેક્ટરની ચાલ


  માર્કેટ કેપ (કરોડ રૂપિયામાં)
ગઈકાલની બંધ રકમ 26830986
આજની રકમ 26774704
તફાવત -56282

યુએસ બજારો

અમેરિકામાં વ્યાજદરમાં તીવ્ર વધારાની શક્યતાને કારણે વૈશ્વિક બજારમાં કડાકો બોલી ગયો છે. સત્રના અંતમાં વોલ સ્ટ્રીટ પર વેચાણ ઝડપી બન્યું. S&P 500 1.38% ઘટીને 4,090.51 પોઈન્ટ પર બંધ થયો. નાસ્ડેક 1.78% ઘટીને 11,855.83 પોઈન્ટ પર, જ્યારે ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીયલ એવરેજ 1.26% ઘટીને 33,696.39 પોઈન્ટ પર આવી ગયો. યુએસ ફ્યુચર્સમાં નબળાઈ છે. ડાઓ ગઈ કાલે 430 પોઈન્ટ ઘટીને બંધ રહ્યો હતો.

એશિયન બજારો

એશિયન બજારો દબાણ હેઠળ છે. ઓસ્ટ્રેલિયામાં, S&P/ASX 200 0.54% નીચા ખૂલ્યા હતા, જ્યારે રિઝર્વ બેંક ઓફ ઓસ્ટ્રેલિયાના ગવર્નર ફિલિપ લોવે ઓસ્ટ્રેલિયાને ફુગાવાના જોખમોની ચેતવણી આપી હતી જો તેને પૂરતા પ્રમાણમાં નીચે લાવવામાં ન આવે તો. દક્ષિણ કોરિયામાં, કોસ્પી 0.53% ઘટ્યો જ્યારે જાપાનમાં, નિક્કી 225 0.59% નીચામાં ખુલ્યો અને ટોપિક્સ 0.51% ઘટ્યો.

FIIs-DII ના આંકડા

ગુરુવારે, સાપ્તાહિક સમાપ્તિના દિવસે, વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ રોકડ બજારમાં રૂ. 1,571 કરોડના શેરની ખરીદી કરી હતી. જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ ગઈકાલે રૂ. 1,577 કરોડના શેર ખરીદ્યા હતા. આ મહિનામાં અત્યાર સુધીમાં વિદેશી રોકાણકારોએ કુલ રૂ. 784 કરોડનું વેચાણ કર્યું છે. જ્યારે સ્થાનિક રોકાણકારોએ કુલ રૂ. 9,273 કરોડની ખરીદી કરી હતી.

ક્રૂડમાં નરમાઈ, સોનામાં સુધારો

ક્રૂડના ભાવમાં નરમાઈ આવી છે. બ્રેન્ટ $85ની નીચે સરકી ગયો છે. યુએસના આર્થિક ડેટા અને ક્રૂડની વધતી જતી ઇન્વેન્ટરીઝના કારણે કિંમતો પર દબાણ આવે છે. બીજી તરફ સોનું એક મહિનાના નીચલા સ્તરથી સુધર્યું છે. કોમેક્સ ગોલ્ડ 1840 ડોલરની નજીક ટ્રેડ કરી રહ્યું છે.

ગઈકાલે ઉછાળા સાથે બંધ રહ્યું હતું બજાર

16 ફેબ્રુઆરીના રોજ, નિફ્ટી 18,100ને વટાવી ગયા પછી અને દિવસના મોટા ભાગના લાભો ગુમાવીને, નજીવા લાભ સાથે દિવસનો અંત આવ્યો તે પછી બજાર પ્રોફિટ-બુકિંગના તબક્કામાં પ્રવેશ્યું. બજારને ગઈકાલે ટેક્નોલોજી, મેટલ અને પસંદગીના ફાર્મા શેરોએ ટેકો આપ્યો હતો. BSE સેન્સેક્સ 44 અંક વધીને 61320 બંધ રહ્યો હતો. તે જ સમયે, નિફ્ટી 20 અંકોના વધારા સાથે 18036 ના સ્તર પર બંધ થયો હતો.