Stock Market Today: અમેરિકામાં નબળા આર્થિક ડેટાને કારણે મંદીનો ડર વધુ ઘેરો બન્યો છે. જેના કારણે અમેરિકાના બજારમાં મંદીની ચાલ જોવા મળી હતી. આ જ ક્રમમાં આજે ભારતીય બજારમાં પણ ઘટાડા સાથે શરૂઆત થઈ છે. 

આજે બીએસઈનો સેન્સેક્સ ગઈકાલના 61045.74ની સામે 125.72 પોઈન્ટ ઘટીને 60920.02 પર ખુલ્યો હતો જ્યારે નિફ્ટી ગઈકાલના 18165.35ની સામે 45.55 પોઈન્ટ ઘટીને 18119.8 પર ખુલ્યો હતો. બેંક નિફ્ટીની વાત કરીએ તો તે ગઈકાલના 42458ની સામે 41.70 પોઈન્ટ ઘટીને 42416.3 પર ખુલ્યો હતો.

બજાર ખુલ્યા બાદ સેન્સેક્સ 152.40 પોઈન્ટ અથવા 0.25% ઘટીને 60893.34 પર હતો અને નિફ્ટી 52.90 પોઈન્ટ અથવા 0.29% ઘટીને 18112.40 પર હતો. લગભગ 883 શેર વધ્યા છે, 1097 શેર ઘટ્યા છે અને 130 શેર યથાવત છે.

એશિયન પેઇન્ટ્સ, એચડીએફસી લાઇફ, પાવર ગ્રીડ કોર્પ, યુપીએલ અને એનટીપીસી નિફ્ટીમાં મોટા ઉછાળામાં હતા, જ્યારે અદાણી એન્ટરપ્રાઇઝ, હિન્દાલ્કો ઇન્ડસ્ટ્રીઝ, ઇન્ડસઇન્ડ બેન્ક, ટાટા મોટર્સ અને અદાણી પોર્ટ્સ ઘટ્યા હતા.

  માર્કેટ કેપ (કરોડ રૂપિયામાં)
ગઈકાલની બંધ રકમ 28275718
આજની રકમ 28197618
તફાવત -78100

 

ઈન્ડેક્સનું નામ છેલ્લો ભાવ ઉચ્ચ સ્તર નિમ્ન સ્તર ફેરફાર (%) ફેરફાર
NIFTY Midcap 100 31,386.15 31,387.15 31,267.85 0.00 6.85
NIFTY Smallcap 100 9,662.65 9,662.70 9,631.75 -0.08% -8.2
NIfty smallcap 50 4,335.25 4,335.25 4,321.05 -0.07% -2.9
Nifty 100 18,262.35 18,272.10 18,237.35 -0.25% -45.05
Nifty 200 9,551.35 9,554.20 9,535.50 -0.21% -20.25
Nifty 50 18,126.70 18,139.70 18,097.60 -0.21% -38.65
Nifty 50 USD 7,745.87 7,745.87 7,745.87 1.26% 96.26
Nifty 50 Value 20 9,369.80 9,376.35 9,348.35 -0.25% -23.95
Nifty 500 15,437.30 15,438.55 15,409.65 -0.19% -29.05
Nifty Midcap 150 11,845.30 11,845.40 11,805.15 0.01% 1.6
Nifty Midcap 50 8,752.45 8,752.65 8,721.10 -0.02% -1.65
Nifty Next 50 42,067.65 42,069.05 41,976.70 -0.23% -97.4
Nifty Smallcap 250 9,422.75 9,422.80 9,394.45 -0.01% -1.3
S&P BSE ALLCAP 7,077.92 7,084.02 7,038.82 0.46% 32.36
S&P BSE-100 18,449.47 18,464.12 18,325.13 0.57% 104.36
S&P BSE-200 7,862.38 7,868.50 7,814.14 0.005 39.06
S&P BSE-500 24,631.79 24,652.39 24,492.93 0.0046 113.06

18 જાન્યુઆરીએ ભારતીય શેરબજારમાં તેજી જોવા મળી હતી. મેટલ, બેન્કિંગ, ફાઇનાન્શિયલ સર્વિસિસ, એફએમસીજી અને આઇટી શેરોમાં ખરીદીને કારણે BSE સેન્સેક્સ 390 પોઇન્ટ અથવા 0.64% વધીને 61,046 પર બંધ રહ્યો હતો. તે જ સમયે, NSE નો નિફ્ટી 50 112 પોઈન્ટ અથવા 0.62% વધીને 18,165 પર બંધ થયો હતો.

અમેરિકાના મુખ્ય બજારોમાં ઘટાડો નોંધાયો હતો

S&P 500 1.56 ટકા નીચે

નાસ્ડેક 1.24 ટકા વધ્યો

ડાઉ જોન્સ 1.81 ટકા ઘટ્યો હતો

એશિયન બજારો સારી કામગીરી જોવા મળી છે

સિંગાપોર સ્ટોક એક્સચેન્જ (SGXNifty) સવારે 8 વાગ્યે 95.5 પોઈન્ટ અથવા 0.52% ઘટ્યો હતો.

જાપાનનો નિક્કી 1.13 ટકા નીચે

તાઈવાનનું શેરબજાર 0.040 ટકા વધ્યું

દક્ષિણ કોરિયાનો કોસ્પી 0.14 ટકા વધ્યો છે.

NSE પર ઉપલબ્ધ ડેટા મુજબ, 17 જાન્યુઆરીના રોજ, વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FIIs) એ રૂ. 211.06 કરોડના શેર ખરીદ્યા હતા, જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (DIIs) એ પણ રૂ. 90.81 કરોડના શેર ખરીદ્યા હતા.