Stock Market Today: આજે શેરબજારની શરૂઆત તેજી સાથે થઈ છે. હેવીવેઇટ્સની વાપસીને કારણે આજે સ્થાનિક શેરબજારની શરૂઆતે જોર પકડ્યું હતું, પરંતુ તે ખુલતાની સાથે જ બજાર ફરી લાલ નિશાનમાં સરકી ગયું હતું. જો કે, તરત જ બજારે પીકઅપ લીધું અને પછી ફરી તેજી સાથે કારોબાર કરી રહ્યું છે.


કેવી રીતે ખુલ્યું બજાર


આજે NSE નો નિફ્ટી 17045 ના સ્તરે ખૂલ્યો હતો અને ગઈકાલે તે 17,000 ની નીચે સરકી ગયો હતો પરંતુ આજે તે ફરીથી ઓપનિંગમાં આ મહત્વપૂર્ણ સ્તરની ઉપર આવી ગયો છે. જો કે બજાર ખુલતાની સાથે જ નિફ્ટી ફરી એકવાર 17 હજારની નીચે ગયો, પરંતુ ફરીથી 100 પોઈન્ટ વધીને આ સ્તરને પાર કરી ગયો. સેન્સેક્સની વાત કરીએ તો તે 56,741 ના સ્તર પર ખુલ્યો છે.


નિફ્ટીના સ્ટોકની સ્થિતિ


આજે, નિફ્ટીના 50માંથી 36 શેરો ઉછાળા સાથે લીલા નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા છે અને બાકીના 14 શેરો ઘટાડા સાથે લાલ નિશાન સાથે ટ્રેડ થઈ રહ્યા છે. જોકે, બેન્ક નિફ્ટીમાં ઘટાડા પર કારોબાર જોવા મળી રહ્યો છે અને તે 119 પોઈન્ટ તોડીને 36,221 પર ટ્રેડ કરી રહ્યો છે.


રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના શેર રેકોર્ડ ઊંચાઈની નજીક છે


RILનો શેર આજે ફરી રેકોર્ડ ઉચ્ચ સ્તરે પહોંચી ગયો છે અને તેનું માર્કેટ કેપ 18 લાખ કરોડને પાર કરી ગયું છે. RILનો સ્ટોક 2 દિવસમાં લગભગ 7 ટકા ચઢ્યો છે.


વધનારા સ્ટોક


આજના ચડતા શેરોની વાત કરીએ તો, આઇશર મોટર્સ 4.20 ટકા અને કોલ ઇન્ડિયા 3.21 ટકાના ઉછાળા સાથે ટ્રેડ કરી રહ્યો છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ 2.58 ટકા અને ટાટા મોટર્સ પણ 2.58 ટકાની વૃદ્ધિ નોંધાવી રહી છે. મારુતિનો શેર 2.51 ટકાના ઉછાળા સાથે ટ્રેડ થઈ રહ્યો છે.