Reliance Industries Share Update: મંગળવારે શેરબજાર ભારે ઘટાડા સાથે બંધ થયું. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના સ્ટોકમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો. જેના કારણે બજાર મોટા ઘટાડાથી બચી ગયું હતું. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનો શેર રૂ. 97 એટલે કે 4 ટકા વધીને રૂ. 2640 પર બંધ થયો છે. દિવસના કારોબારમાં શેર રૂ.2668ના સ્તરે ગયો હતો પરંતુ ત્યાંથી ઘટાડો જોવા મળ્યો અને શેર 2640 રૂપિયા પર બંધ થયો.


કેટલો છે ઓલ ટાઈમ હાઈ


રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો સ્ટોક ગયા  તેના ઓલ ટાઈમ હાઈ 2,750 થી માત્ર ₹ 100થી ઓછો દૂર છે. ગત વર્ષે ઓક્ટોબરમાં શેર આ ભાવે પહોંચ્યો હતો. BSE પર RILનું માર્કેટ કેપિટલાઇઝેશન ₹17.96 લાખ કરોડથી વધુ છે.


એક દાયકા પહેલા રોકાણકારો રિલાયન્સ જિયો અને રિલાયન્સ રિટેલ બંનેમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના રોકાણને લઈને ચિંતિત હતા. જો કે, RIL એ બંને વ્યવસાયોને એવી રીતે પરિવર્તિત કર્યા કે તેઓ EBITDA યોગદાનની દ્રષ્ટિએ કંપનીના વિકાસમાં જબરદસ્ત યોગદાન આપી રહ્યા છે. સારી સંભાવનાઓને લીધે Jio અને રિટેલ બિઝનેસ કંપનીના મૂલ્યના બે તૃતીયાંશ હિસ્સો ધરાવે છે.


શું રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેરમાં હજુ પણ છે રોકાણની તક ?


જો તમે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેર ખરીદો છો તો આવનારા એક વર્ષમાં તમને 40 ટકા સુધીનું વળતર મળી શકે છે. બ્રોકરેજ અને રિસર્ચ ફર્મ જેફરીઝે પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનો શેર 3400 રૂપિયા સુધી જઈ શકે છે. જેફરીઝના મતે, 2021માં નિફ્ટીની સરખામણીમાં રિલાયન્સના શેરે ઓછો દેખાવ કર્યો છે, પરંતુ આ વર્ષે ચિત્ર પલટાઈ શકે છે. રિટેલ અને ટેલિકોમ બિઝનેસના કારણે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનો ગ્રોથ 36 ટકા વધશે.


Goldman Sachs ના વિશ્લેષકોએ તેમના અહેવાલમાં કહ્યું હતું કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો સ્ટોક નવી ઊંચાઈને સ્પર્શી શકે છે. Goldman Sachs ના વિશ્લેષકોએ તેમની નોંધમાં જણાવ્યું છે કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો સ્ટોક તેના વર્તમાન સ્તરથી 83 ટકા સુધીની ઊંચાઈને સ્પર્શી શકે છે. બેઝ કેસમાં, કંપનીના શેરમાં 35 ટકા સુધીનો ઉછાળો જોવા મળી શકે છે અને તે 3,185 રૂપિયાના સ્તર સુધી જઈ શકે છે.


Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર માહિતીના હેતુ માટે આપવામાં આવી રહી છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે બજારમાં રોકાણ એ બજારના જોખમોને આધીન છે. રોકાણકાર તરીકે નાણાંનું રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો. અહીં ક્યારેય પણ ABPLive.com તરફથી કોઈપણ નાણાંનું રોકાણ કરવાની સલાહ આપવામાં આવતી નથી.