Stock Market Today: અમેરિકામાં વ્યાજદરમાં વધુ વધારાની ચિંતાને પગલે વૈશ્વિક બજારમાં મંદીની ચાલ યથાવત રહી છે જેની અસર આજે ભારતીય બજારમાં પણ જોવા મળી રહી છે. આજે ભારતીય બજારમાં પણ ઘટાડા સાથે શરૂઆત થઈ છે. 

આજે બીએસઈનો સેન્સેક્સ ગઈકાલના 60672.72ની સામે 280.86 પોઈન્ટ ઘટીને 000 પર ખુલ્યો હતો જ્યારે નિફ્ટી ગઈકાલના 17826.7ની સામે 71.35 પોઈન્ટ ઘટીને 17755.35 પર ખુલ્યો હતો. બેંક નિફ્ટીની વાત કરીએ તો તે ગઈકાલના 40673.6ની સામે 179.45 પોઈન્ટ ઘટીને 40494.15 પર ખુલ્યો હતો.

9-16 કલાકે સેન્સેક્સ 263.92 પોઈન્ટ અથવા 0.43% ઘટીને 60,408.80 પર અને નિફ્ટી 67.70 પોઈન્ટ અથવા 0.38% ઘટીને 17,759 પર હતો. લગભગ 689 શેર વધ્યા છે, 1196 શેર ઘટ્યા છે અને 93 શેર યથાવત છે.

નિફ્ટીમાં અદાણી એન્ટરપ્રાઈઝ, ટેક મહિન્દ્રા, ઈન્ફોસીસ, એચસીએલ ટેક અને વિપ્રો સૌથી વધુ ઘટનારા સ્ટોક હતા, જ્યારે કોલ ઈન્ડિયા, બ્રિટાનિયા, હિન્દાલ્કો, એપોલો હોસ્પિટલ્સ અને ટાટા સ્ટીલ સૌથી વધુ  વધનારા સ્ટોક હતા. 

સેન્સેક્સમાં વધનારા-ઘટનારા સ્ટોક


સેક્ટરની ચાલ


  માર્કેટ કેપ (કરોડ રૂપિયામાં)
ગઈકાલની બંધ રકમ 26521112
આજની રકમ 26395500
તફાવત -125612

વૈશ્વિક બજારની ચાલ

વૈશ્વિક બજારોના સંકેતો દબાણ વધારી રહ્યા છે. એશિયા નરમ છે. તે જ સમયે, SGX નિફ્ટી પણ નબળો કારોબાર કરી રહ્યો છે. વ્યાજદરમાં વધુ વધારાની ચિંતાને પગલે ગઈ કાલે યુએસ બજારોમાં તીવ્ર ઘટાડો નોંધાયો હતો. ડાઉ જોન્સ લગભગ 700 પોઈન્ટ તૂટ્યો. જ્યારે નાસ્ડેક પણ અઢી ટકા તૂટ્યો હતો. આવી સ્થિતિમાં વૈશ્વિક સંકેતો વચ્ચે ભારતીય બજારની શરૂઆત પણ નબળી રહેવાની ધારણા છે.

FII અને DIIના આંકડા

21 ફેબ્રુઆરીએ વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ ભારતીય બજારોમાં રૂ. 525.80 કરોડની ખરીદી કરી હતી. તે જ દિવસે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ રૂ. 235.23 કરોડનું વેચાણ કર્યું હતું.

NSE પર F&O પ્રતિબંધ હેઠળ આવતા શેર

વોડાફોન ઇન્ડિયા F&O નો 1 સ્ટોક NSE પર 22 ફેબ્રુઆરીના રોજ પ્રતિબંધ હેઠળ છે. તમને જણાવી દઈએ કે સિક્યોરિટીઝમાં પોઝિશન તેમની માર્કેટ વાઈડ પોઝિશન લિમિટ કરતાં વધી જાય તો F&O સેગમેન્ટમાં સમાવિષ્ટ સ્ટોક્સને પ્રતિબંધની શ્રેણીમાં મૂકવામાં આવે છે.

21 ફેબ્રુઆરીએ બજારની ચાલ કેવી હતી

ગઈકાલે 21મી ફેબ્રુઆરીના રોજ બજારમાં ભારે વોલેટિલિટી જોવા મળી હતી. કારોબારના અંતે બજાર સતત ત્રીજા દિવસે નબળાઈ સાથે બંધ થયું. એફએમસીજીને બાદ કરતાં બજારના મોટાભાગના સેક્ટરમાં ઘટાડો જોવા મળ્યો હતો. ગઈકાલે સેન્સેક્સ 19 પોઈન્ટ ઘટીને 60673ની સપાટીએ બંધ રહ્યો હતો. તે જ સમયે, નિફ્ટી 18 પોઈન્ટ ઘટીને 17827 ના સ્તર પર બંધ થયો હતો.