Stock Market Today: ભારતીય શેરબજાર ગુરુવારે સતત ત્રીજા ટ્રેડિંગ સેશનમાં તેજી સાથે શરૂઆત થઈ છે. વૈશ્વિક બજારમાં ચાલી રહેલી તેજી સ્થાનિક રોકાણકારોને આજે ખરીદી કરવા પ્રોત્સાહિત કર્યા છે અને હકારાત્મક સેન્ટિમેન્ટ જળવાઈ રહ્શયું છે. આ સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ સેશનને બાદ કરતાં બાકીના બંને દિવસોમાં બજાર તેજી સાથે બંધ થયું હતું.


આજે બીએસઈનો સેન્સેક્સ ગઈકાલના 61510.58ની સામે 145.42 પોઈન્ટ વધીને 61656.00 પર ખુલ્યો હતો જ્યારે નિફ્ટી ગઈકાલના 18267.25ની સામે 58.85 પોઈન્ટ વધીને 18326.1 પર ખુલ્યો હતો.


સેક્ટરની ચાલ


માર્કેટમાં આજના ટ્રેડિંગ સેશનમાં મેટલ્સ સિવાય તમામ સેક્ટરના શેરમાં તેજીથી કારોબાર થઈ રહ્યો છે. બેન્કિંગ, ઓટો, આઈટી, ફાર્મા, ઈન્ફ્રા, એફએમસીજી, એનર્જી સેક્ટરના શેર ઝડપથી કારોબાર કરી રહ્યા છે. સ્મોલ કેપ અને મિડ કેપ શેરોમાં પણ તેજી જોવા મળી રહી છે. નિફ્ટીના 50 શેરોમાંથી 39 શેરોમાં તેજી સાથે જ્યારે 11 શેરો ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા છે. સેન્સેક્સના 30 શેરોમાંથી 27 શેરો વધારા સાથે અને 3 શેરો ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા છે.


આજે હેવીવેઇટ શેરોમાં ખરીદી જોવા મળી રહી છે. સેન્સેક્સ 30ના 27 શેરો લીલા નિશાનમાં છે. આજના ટોપ ગેનર્સમાં M&M, LT, INDUSINDBK, BAJFINANCE, HUL, DRREDY, HDFC, HCLનો સમાવેશ થાય છે. જ્યારે એરટેલ, ટાટા સ્ટીલ ટોપ લુઝર છે.


અગાઉના સત્રમાં પણ સેન્સેક્સ 92 પોઈન્ટના વધારા સાથે 61,511 પર બંધ થયો હતો, જ્યારે નિફ્ટી 23 પોઈન્ટના ઉછાળા સાથે 18,267 પર બંધ રહ્યો હતો.


અમેરિકા અને યુરોપમાં તેજી


યુએસ સેન્ટ્રલ બેંક ફેડરલ રિઝર્વે વ્યાજદરમાં થોડો વધારો કરવાનો સંકેત આપ્યો છે, ત્યારબાદ રોકાણકારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને યુએસ શેરબજારમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. પાછલા સત્રમાં પણ S&P 500 0.59 ટકા વધીને બંધ રહ્યો હતો, જ્યારે ડાઉ જોન્સ 0.28 ટકા વધીને બંધ થયો હતો, જ્યારે NASDAQ 0.99 ટકા વધીને બંધ રહ્યો હતો.


અમેરિકાની જેમ યુરોપિયન બજારો પણ છેલ્લા ટ્રેડિંગ સેશનમાં લીલા નિશાન પર બંધ થયા છે. યુરોપના મુખ્ય શેરબજારોમાં સમાવિષ્ટ જર્મનીનું સ્ટોક એક્સચેન્જ પાછલા સત્રમાં 0.04 ટકા વધીને બંધ થયું હતું, જ્યારે ફ્રેન્ચ શેરબજાર 0.32 ટકા વધવામાં સફળ રહ્યું હતું. એ જ રીતે લંડન સ્ટોક એક્સચેન્જમાં પણ 0.17 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો.


એશિયન બજારોમાં ઉછાળો


ગુરુવારે સવારે એશિયાના મોટાભાગના શેરબજારો તેજી સાથે ટ્રેડ થઈ રહ્યા છે. સિંગાપોર સ્ટોક એક્સચેન્જ 0.47 ટકાના વધારા સાથે કારોબાર કરી રહ્યો છે, જ્યારે જાપાનનો નિક્કી 1.31 ટકા વધવામાં સફળ રહ્યો છે. તાઈવાનનું શેરબજાર પણ આજે 0.92 ટકાના ઉછાળા પર છે જ્યારે હોંગકોંગના શેરબજારમાં 0.50 ટકાનો ઉછાળો જોવા મળી રહ્યો છે. દક્ષિણ કોરિયાનું કોસ્પી માર્કેટ 0.58 ટકાના વધારા સાથે કારોબાર કરી રહ્યું છે.


વિદેશી રોકાણકારો સતત વેચવાલ છે


વિદેશી રોકાણકારોએ આ સપ્તાહે ભારતીય મૂડીબજારમાંથી સતત નાણાં ઉપાડી લીધા છે, જેના કારણે બજાર પર દબાણ છે. છેલ્લા ટ્રેડિંગ સેશનમાં પણ વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ રૂ. 789.86 કરોડના શેર વેચીને બજારમાંથી નાણાં પાછા ખેંચ્યા હતા. જો કે, આ સમયગાળા દરમિયાન સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ પણ રૂ. 413.75 કરોડના શેર ખરીદ્યા હતા.