Stock Market: આ ભારતીય કંપનીએ પોતાના નામે કર્યો અનોખો રેકોર્ડ, શેરહોલ્ડર્સની સંખ્યા થઇ 50 લાખને પાર

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ આ યાદીમાં ત્રીજા નંબર પર છે

Continues below advertisement

યસ બેન્કે એક અનોખો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. યસ બેન્ક 50 લાખથી વધુ શેરધારકો ધરાવતી પ્રથમ ભારતીય કંપની બની છે. આ આંકડા માર્ચના આંકડા પ્રમાણે છે. આ પછી બીજા નંબર પર ટાટા પાવર છે. આ કંપનીના કુલ શેરધારકોની સંખ્યા 38.5 લાખ છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ આ યાદીમાં ત્રીજા નંબર પર છે. તેના શેરધારકોની સંખ્યા 33.6 લાખ છે. નોંધનીય છે કે  ટાટા પાવર અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરધારકોની સંખ્યા ડિસેમ્બર ક્વાર્ટર મુજબ છે.

Continues below advertisement

યસ બેન્કના શેરહોલ્ડર્સની સંખ્યા 50 લાખને વટાવી ગઈ છે.

ડિસેમ્બર ક્વાર્ટરમાં યસ બેન્કના શેરધારકોની કુલ સંખ્યા 48.1 લાખ હતી, જે હવે વધીને 50.6 લાખ થઈ ગઈ છે.નોંધનીય છે કે યસ બેંકના તમામ શેર સાર્વજનિક છે. વર્ષ 2020માં રિઝર્વ બેંકે યસ બેંકને ડૂબતી બચાવવા માટે નવી પુનઃનિર્માણ યોજના તૈયાર કરી હતી. આ અંતર્ગત તમામ રોકાણકારોને માર્ચ 2023 સુધી તેમના શેર વેચવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. પરંતુ આ લોક-ઇન પીરિયડ 13 માર્ચે સમાપ્ત થયો હતો. આ પછી શેરોમાં સતત વેચવાલીનો દોર જોવા મળી રહ્યો છે.

યસ બેન્કના શેરમાં ઘટાડો

બીજી તરફ, સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે એટલે કે 13 એપ્રિલ, 2023ના રોજ યસ બેન્કના શેરમાં ઘટાડો જોવા મળ્યો હતો. તે 0.97 ટકા ઘટીને રૂ. 15.25 પર બંધ રહ્યો હતો. બીજી તરફ પાછલા મહિનાની વાત કરીએ તો કંપનીના શેરમાં 1.93 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. છેલ્લા એક વર્ષમાં કંપનીના શેરનું સર્વોચ્ચ સ્તર રૂ. 24.8 રહ્યું છે. આવી સ્થિતિમાં તે તેના ઉચ્ચતમ સ્તર કરતા 38 ટકા ઓછું છે. આ સાથે બેન્કના શેરે છેલ્લા એક વર્ષમાં રોકાણકારોને 8.16 ટકા વળતર આપ્યું છે.

PM મોદીના શાસનમાં સરકારની કમાણી વધી, 10 વર્ષમાં ઈન્કમ ટેક્સ કલેક્શનમાં 173%નો વધારો થયો

Direct Tax Collections: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યકાળ દરમિયાન ટેક્સ કલેક્શનને લઈને ઘણા સુધારા કરવામાં આવ્યા હતા અને હવે તેના ફાયદા પણ દેખાઈ રહ્યા છે. નાણાકીય વર્ષ 2022-23માં સરકારના ડાયરેક્ટ ટેક્સ કલેક્શનમાં 10 વર્ષ પહેલાની સરખામણીમાં 173 ટકાનો વધારો થયો છે. બીજી તરફ આવકવેરા રિફંડની રકમમાં ઘટાડો કરવામાં આવે તો સરકારનું ટેક્સ કલેક્શન 2013-14ની સરખામણીમાં 160 ટકા વધુ છે.

નાણાકીય વર્ષ 2022-23માં સરકારનો ગ્રોસ ડાયરેક્ટ ટેક્સ (મુખ્યત્વે આવકવેરો અને કોર્પોરેટ આવકવેરો) કલેક્શન રૂ. 19.68 લાખ કરોડ રહ્યું છે. જે 2013-14ના રૂ. 7.21 લાખ કરોડ કરતાં 173 ટકા વધુ છે.

એટલું જ નહીં, રિફંડની ગણતરી કર્યા પછી, 2022-23માં સરકારનું નેટ ડાયરેક્ટ ટેક્સ કલેક્શન 16.61 લાખ કરોડ રૂપિયા રહ્યું છે, જે 10 વર્ષ પહેલાં માત્ર 6.38 લાખ રૂપિયા હતું. એટલે કે સરકારની ચોખ્ખી આવકમાં 160 ટકાનો વધારો થયો છે.

ટેક્સ કલેક્શન સંબંધિત આ નવા આંકડા સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (CBDT) દ્વારા બહાર પાડવામાં આવ્યા છે. આવકવેરા વિભાગ સંબંધિત અંતિમ નિર્ણય સીબીડીટી દ્વારા લેવામાં આવે છે. નાણાકીય વર્ષ 2022-23 માટેના આ આંકડા હજુ પણ કામચલાઉ છે, તે પછીથી વધુ સુધરશે. આ સાથે સીબીડીટીએ નાણાકીય વર્ષ 2021-22ના અપડેટેડ આંકડા પણ જાહેર કર્યા છે

Continues below advertisement
Sponsored Links by Taboola