Fuel Price in Pakistan: પાકિસ્તાન (Pakistan) માં પણ હવે શ્રીલંકા (Srilanka) જેવી સ્થિતિ થવાની છે. ખરેખરમાં તાજા રિપોર્ટ પ્રમાણે હાલમાં પાકિસ્તાનમાં મોંઘવારી ચરમ પર પહોંચી ગઇ છે, અને પેટ્રૉલ અને ડીઝલની કિંમતો આસમાને છે. શ્રીલંકા આર્થિક તંગી (Economic Crisis in Srilanka) જ્યારથી શરૂ થઇ છે ઇંધણના ભાવ પણ આ જ રીતે વધ્યા છે.


પાકિસ્તાનના નાણામંત્રી મિફ્તાહ ઇસ્માઇલ (Pakistan Finiance Minister) એ ગુરુવારે પેટ્રૉલની કિંમતોમાં 30 રૂપિયાનો વધારો કરવાની જાહેરાત કરી. આ પછી અહીં પેટ્રૉલ 209 રૂપિયા 86 પૈસા અને ડીજલ 204 રૂપિયા 15 પૈસા થઇ ગયુ છે. 


પાકિસ્તાનમાં એક અઠવાડિયામાં બીજીવાર કિંમતોમાં ધરખમ વધારો ઝીંકાયો છે. આ પછી પેટ્રૉલની કિંમતો પાકિસ્તાનમાં 209.86 રૂપિયા થઇ ગઇ છે. વળી ડીઝલની કિંમતો 204.15 રૂપિયા લીટર થઇ ગઇ છે. આ પહેલા પણ ગુરુવારે પેટ્રૉલની કિંમતોમાં 30 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. 


રશિયા નથી આપી રહ્યું પાકિસ્તાનને કાચુ તેલ -
વળી, આ બાજુ ભારત ઓછી કિંમતે રશિયામાંથી તેલ ખરીદી કરી રહ્યું છે, તો પાકિસ્તાનને તેલ આપવાની રશિયાએ સ્પષ્ટ ના પાડી દીધી છે. આ મામલે પાકિસ્તાની સરકારે કહ્યું કે, ગઇ સરકારે રશિયા સાથે સારા સંબંધો ન હતા રાખ્યા જેના કારણે દેશને આ પ્રકારની સ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે. 


આ પણ વાંચો......... 


CORONA : રાજ્યમાં વધ્યા કોરોનાના નવા કેસ, જાણો ક્યાં કેટલા કેસ નોંધાયા


IPL 2022ના બેસ્ટ અનકેપ્ડ ભારતીય ખેલાડીઓની પ્લેઈંગ ઈલેવન, જાણો કયા ખેલાડીઓને જગ્યા મળી


અમદાવાદમાં આજે રહેશે હિટવેવ, તો વિસ્તારમાં રહેશે વરસાદી વાતાવરણ, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી


કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકી સાથે કોણ હતી છોકરી, ખુદ ભરતસિંહ વાયરલ વીડિયો અંગે કરશે ખુલાસો


જમ્મુ કાશ્મીરમા વધુ એક નિર્દોષ ગોળીએથી વિંધાયો, અમિત શાહની અધ્યક્ષતામાં બીજી બેઠક, ગૃહ મંત્રાલય લઇ શકે છે મોટો નિર્ણય