Delhi : કેન્દ્ર સરકારે કર્મચારીઓના એમ્પ્લોય પ્રોવિડંડ ફંડ પર 8.1 ટકા વ્યાજ દરને મંજૂરી આપી છે. કેન્દ્ર સરકારે નાણાકીય વર્ષ 2021-22 માટે કર્મચારીઓની એમ્પ્લોય પ્રોવિડંડ ફંડ  પર 8.1 ટકા વ્યાજ દરને મંજૂરી આપી છે.આ અંગે  EPFO ઓફિસે એક આદેશ જાહેર કર્યો છે. 


12 માર્ચે સરકારે પ્રોવિડન્ટ ફંડ પરના વ્યાજમાં ઘટાડો કર્યો હતો. નાણાકીય વર્ષ 2021-22 માટે વ્યાજ દરો 8.5 ટકાથી ઘટાડીને 8.1 ટકા કરવામાં આવ્યા હતા. 1977-78 પછી આ સૌથી નીચો EPF વ્યાજ દર છે, જ્યારે પ્રોવિડન્ટ ફંડ પર વ્યાજ દર 8 ટકા રાખવામાં આવ્યો હતો. EPFOના લગભગ 6 કરોડ સબસ્ક્રાઇબર્સ છે.






હવામાન વિભાગની  આગાહી, રાજ્યમાં આકરી ગરમી પડશે
હવામાન વિભાગની આગાહી મુજબ આગામી બે દિવસ હજુ પણ રાજ્યમાં આકરી ગરમી પડશે. રાજ્યમાં આગામી બે દિવસ ગરમીનો પ્રકોપ વર્તાશે. હવામાન વિભાગે અમદાવામાં હિટવેવની આગાહી કરી છે.


હવામાન વિભાગની આગાહી મુજબ આગામી બે દિવસ હજુ પણ રાજ્યમાં આકરી ગરમી પડશે. રાજ્યમાં આગામી બે દિવસ ગરમીનો પ્રકોપ વર્તાશે. હવામાન વિભાગે અમદાવામાં હિટવેવની આગાહી કરી છે. અમદાવાદમાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર જઇ શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ  નવસારી, વલસાડ, ભાવનગર, અમરેલીમાં શુક્રવારે વાતાવરણમાં પલટો આવી શકે અને વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી ઝાપટા પડી શકે છે


હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી પાંચ દિવસ સૂકું વાતાવરણ રહેવાનો અનુમાન છે. શુક્રવારથી  દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં રહેશે થંડર સ્ટ્રોમ એક્ટિવિટીની અસર રહેશે.  વલસાડ, અમરેલી અને ભાવનગરમાં થંડર સ્ટોર્મ એક્ટિવિટીની અસર રહેશે તેમજ બે દિવસ બાદ રાજ્યના તાપમાનમાં આંશિક ઘટાડો થઇ શકે છે. એક દિવસ બાદ રાજ્યમાં સામાન્ય તાપમાનમાં ઘટડો જોવા મળશે. રાજ્યમાં આગામી બે દિવસ ગરમીનો પ્રકોપ વર્તાશે. હવામાન વિભાગે અમદાવામાં હિટવેવની આગાહી કરી છે.  અમદાવાદમાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર જઇ શકે છે. રાજ્યમાં આગામી પાંચ દિવસ સૂકું વાતાવરણ રહેવાનો અનુમાન છે. શુક્રવારથી  દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં રહેશે થંડર સ્ટ્રોમ એક્ટિવિટીની અસર રહેશે.