Sukanya Samridhi Yojana Rule Change: ભારત સરકાર દેશના નાગરિકો માટે ઘણી યોજનાઓ ચલાવે છે. આમાં અલગ અલગ લોકો માટે સરકારની અલગ અલગ પ્રકારની યોજનાઓ હોય છે. કેટલીક યોજનાઓ ખાસ કરીને મહિલાઓ માટે હોય છે. તો વળી કેટલીક યોજનાઓ બાળકીઓ માટે પણ હોય છે. ભારત સરકારે વર્ષ 2015માં બેટી બચાવો બેટી પઢાવો યોજના હેઠળ જ સુકન્યા સમૃદ્ધિ યોજના શરૂ કરી હતી.


આ યોજના હેઠળ માતા પિતા અથવા દીકરીઓના વાલીઓ તેમના ઉચ્ચ શિક્ષણ માટે અને દીકરીઓના લગ્ન માટે પૈસા જમા કરે છે. આ યોજનામાં રોકાણ પર ભારત સરકાર પણ સારું એવું વ્યાજ આપે છે. જો તમે પણ આ યોજના હેઠળ દીકરીનું ખાતું ખોલાવવાનું વિચારી રહ્યા છો. અથવા તો પહેલાથી જ તમે ખાતું ખોલાવી લીધું છે તો તમારે યોજના સાથે જોડાયેલા નવા નિયમ વિશે જાણવું જોઈએ જે આવતા મહિનાથી લાગુ થશે. ચાલો તમને જણાવીએ.


કાનૂની વાલી જ ખાતું ખોલાવી શકે છે


દીકરીઓ માટે શરૂ કરવામાં આવેલી સરકારની સુકન્યા સમૃદ્ધિ યોજનામાં ખાતું ખોલાવવાની જવાબદારી માતા પિતા અથવા તેમના વાલીઓની હોય છે. માતા પિતા તો કાયદેસર રીતે દીકરીના કાનૂની વાલી એટલે કે લીગલ ગાર્ડિયન હોય છે. પરંતુ જો કોઈ કાયદેસર રીતે દીકરીનો વાલી નથી. અને તેણે દીકરીનું ખાતું ખોલાવ્યું છે. તો તે એકાઉન્ટને કાનૂની વાલી પાસે ટ્રાન્સફર કરવું પડશે. નહીં તો આવા ખાતાઓ બંધ થઈ શકે છે. 1 ઓક્ટોબરથી સુકન્યા સમૃદ્ધિ યોજના માટે આ નિયમ લાગુ થઈ જશે.


કેવી રીતે ખાતું ખોલાવી શકાય છે?


સુકન્યા યોજનામાં ખાતું ખોલાવવા માટે તમે કોઈપણ નજીકની બેંક અથવા પોસ્ટ ઓફિસમાં જઈ શકો છો. તમારે યોજના માટે સંબંધિત દસ્તાવેજો જમા કરાવવા પડે છે. ખાતું ખોલાવવા માટે દીકરીની ઉંમર 10 વર્ષથી ઓછી હોવી જોઈએ. યોજનામાં 2 બાળકીઓનું ખાતું ખોલાવી શકાય છે. પરંતુ જો પહેલી બે બાળકીઓ જોડિયા હોય તો પછી ત્રણ બાળકીઓનું ખાતું ખોલાવી શકાય છે.


SSY યોજના એટલી લોકપ્રિય છે તેનું કારણ આ યોજનામાં રોકાણ પર મળતું વ્યાજ પણ છે. આ સ્કીમ જાન્યુઆરી-માર્ચ 2024ના ત્રિમાસિક ગાળા માટે 8.2 ટકાનું ઉત્તમ વ્યાજ ઓફર કરી રહી છે. સુકન્યા સમૃદ્ધિ યોજના લાંબા ગાળાની રોકાણ યોજના છે, જે તમારી પુત્રી 21 વર્ષની થાય ત્યારે તેને કરોડપતિ બનાવી શકે છે. જો તમે તેની ગણતરી પર નજર નાખો તો, જો તમે 5 વર્ષની ઉંમરે તમારી પુત્રીના નામ પર SSY ખાતું ખોલો છો અને તેમાં વાર્ષિક 1.5 લાખ રૂપિયાનું રોકાણ કરો છો, તો જ્યારે તમારી પુત્રી 21 વર્ષની થશે ત્યારે 69 લાખ રૂપિયાથી વધુ હશે. તેના ખાતામાં રકમ એકઠી કરવામાં આવી હશે. સ્કીમ હેઠળ મળતા વ્યાજના હિસાબે, જો તમે આ સ્કીમમાં તમારી દીકરી માટે વાર્ષિક 1.5 લાખ રૂપિયા 15 વર્ષ સુધી જમા કરાવો છો, તો તમારા દ્વારા રોકાણ કરાયેલ કુલ રકમ 22,50,000 રૂપિયા થશે. તે જ સમયે, આના પર 8.2 ટકાના દરે વ્યાજ 46,77,578 રૂપિયા થશે. એટલે કે જ્યારે દીકરી 21 વર્ષની થશે ત્યારે તેને કુલ 69,27,578 રૂપિયા મળશે.


આ પણ વાંચોઃ


Interest Rate Hike: સસ્તા હોમ લોનની આશાઓને ફટકો! HDFC બેંકે MCLR વધાર્યો, જાણો કેટલો હપ્તો વધશે