Sula Vineyards Listing: વાઈન બનાવતી કંપની સુલા વાઈનયાર્ડ્સનું લિસ્ટિંગ આજે થઈ ગયું છે અને તેના રોકાણકારો નિરાશ થયા છે. કંપનીનું લિસ્ટિંગ સંપૂર્ણપણે ફ્લેટ રહ્યું છે અને જે રોકાણકારો તેમાં લિસ્ટિંગ લાભની અપેક્ષા રાખતા હતા તેઓ નિરાશ થયા છે.


સુલા વાઇનયાર્ડ્સ કેવી રીતે થયો લિસ્ટ


સુલા વાઇનયાર્ડ્સ આજે NSE અને BSE બંને પર લિસ્ટે થયો છે. NSE પર આ સ્ટોકનું લિસ્ટિંગ રૂ. 361 પર થયું છે અને તે રૂ. 357ની ઇશ્યૂ કિંમતની સામે સંપૂર્ણપણે ફ્લેટ છે. આ સિવાય સુલા વાઇનયાર્ડ્સનો શેર BSE પર રૂ.358 પર લિસ્ટેડ છે. રૂ. 357ની ઈશ્યૂ કિંમતની સરખામણીએ રોકાણકારોને તેના લિસ્ટિંગથી કોઈ ખાસ લાભ મળ્યો નથી.






ગ્રીન માર્કમાં લિસ્ટ થયા બાદ આ સ્ટૉકમાં જોરદાર ઘટાડો જોવા મળી રહ્યો છે. શરૂઆતના વેપારમાં સ્ટોક 5% સુધી તૂટ્યો છે. તે ઘટીને રૂ.339 પર ટ્રેડ થઈ રહ્યો હતો. 363 રૂપિયા સર્વોચ્ચ સ્તર છે. તેની ઇશ્યૂ કિંમત 340-357 રૂપિયા નક્કી કરવામાં આવી હતી.


સુલા વાઇનયાર્ડ્સ વિશે વધુ જાણો


વર્ષ 2021-22માં સુલા વિનયાર્ડ્સની આવક રૂ. 453.92 કરોડ હતી જ્યારે નફો રૂ. 52.14 કરોડ હતો. 2020-21માં આવક 417.96 કરોડ રૂપિયા અને નફો 3.01 કરોડ રૂપિયા હતો. કંપનીની સ્થાપના 1996માં થઈ હતી. સુલા વિનયાર્ડ્સ 13 બ્રાન્ડ નામો હેઠળ લેબલવાળી વાઇનની 56 જાતોનું ઉત્પાદન કરે છે. આ કંપની વાઇન માર્કેટની દિગ્ગજ કંપનીઓમાંની એક છે. કંપની પાસે મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં ચાર માલિકીના અને બે લીઝ પરના પ્લાન્ટ છે. કંપનીના બે વાઇન રિસોર્ટ પણ નાસિકમાં છે.


સુલા વિનયાર્ડ્સનયાર્ડ્સ IPO વિશે જાણો


કંપનીએ જુલાઈ 2022માં તેનો IPO લોન્ચ કરવા માટે સેબીમાં ડ્રાફ્ટ પેપર (DRHP) ફાઈલ કર્યું હતું. કોટક મહિન્દ્રા કેપિટલ, CLSA ઇન્ડિયા અને IIFL સિક્યોરિટીઝ IPO માટે બુક રનિંગ લીડ મેનેજર છે, જ્યારે KFin Technologies IPOના રજિસ્ટ્રાર છે.


IPOમાં ઓફર ફોર સેલ હેઠળ સુલા નનયાર્ડ્સે 2.69 કરોડ શેર વેચ્યા હતા. કંપનીના રોકાણકારોએ આઈપીઓમાં તેમના શેર વેચી દીધા છે એટલે કે આઈપીઓમાં આવતા તમામ નાણાં કંપનીને મળ્યા નથી પરંતુ શેરધારકો પાસે ગયા છે. કંપનીએ 9 ડિસેમ્બરે એન્કર રોકાણકારો પાસેથી રૂ. 288.10 કરોડ એકત્ર કર્યા હતા.