કર્મચારીઓને મોકલ્યો મેલ
કર્મચારીઓને મોકલવામાં આવેલ એક ઈ-મેલમાં સ્વિગીના કો ફાઉન્ડર અને મુખ્ય કાર્યકારી અધિકારી શ્રીહર્ષ મજેટીએ કહ્યું, ‘આજે સ્વિગી માટે સૌથી ખરાબ દિવસ છે, કારણ કે અમારે કર્મચારીઓની દુર્ભાગ્યપૂર્ણ છટણીના સમયમાંથી પસાર થવાનું છે.’ તેમણે કહ્યું કે, કોવિડ-19એ કંપનીનો તોડી નાંખી છે અને હજુ પણ અનિશ્ચિતતા જોવા મળી રહી છે. આ કારણે અમારે મજબૂર થઈને કડક પગલા લેવા પડી રહ્યા છે. અમારે ખર્ચ ઓછો કરવાનો છે અને આગળની અનિશ્ચિતતાને જોતા કોઈપણ જોખમથી બચવાનું છે.
ક્લાઉડ કિચન પર પડ્યો માર
આગામી 18 મહિના દરમિયાન વ્યવસાયમાં ઉથલપાથલની આશંકાને કારણે કંપની પોતાના કારોબારનો વ્યાપ ઘટાડી રહી છે. સાથે જ જોડાયેલ એન્ય કારોબાર બંધ કરી રહી છે. કંપનીના આ પગલાનો સૌથી વધારે માર તેના ખુદના કિચન (ક્લાઉડ કિચન) પર પડ્યો છે. ક્લાઉડ કિચન એવું કિચન છે, જ્યાં ઓનલાઈન ઓર્ડરના આધારે ભોજન બનાવીને ઓનલાઇન માધ્યમથી જ ડિલીવર કરવામાં આવે છે. આ કિચન માટે ખુદનું કોઈ રેસ્ટોરન્ટ હોતું નથી.
તેણમે કહ્યું કે, સંકટને કારણે અમારા મુખ્ય વ્યવસાયને ભારે અસર થઈ છે. તેમાં કોઈ શંકા નથી કે હવે અમે ભારતમાં ઈ-કોમર્સ અને હોમ ડીલિવરીમાં પ્રવેશ કરવાના મોડ પર છીએ. આ અમને કરિયાણું અને અન્ય સેવાઓને ચાલુ રાખવાનીતક આપે છે જેના વિશે અમને લાગે છે કે અમે આગળ પણ સારું પ્રદર્શન ચાલુ રાખીશું.