સ્વિસ બેન્ક આવતીકાલે કરશે મોટો ખુલાસો, બ્લેકમની રાખનારા લોકોનું લિસ્ટ ભારતને સોંપશે
abpasmita.in | 31 Aug 2019 10:36 PM (IST)
સીબીડીટીએ કહ્યું કે, ભારતને સ્વિઝરલેન્ડમાં ભારતીય નાગરિકોના વર્ષ 2018માં બંધ કરવામાં આવેલા ખાતાઓની જાણકારી પણ મળશે.
નવી દિલ્હીઃ સ્વિસ બેન્કોમાં ક્યા ભારતીયોના બેન્ક એકાઉન્ટ છે આ વાતનો ખુલાસો સ્વિક બેન્ક આવતીકાલે કરશે. વાસ્તવમાં સ્વિઝરલેન્ડમાં બેન્ક એકાઉન્ટ રાખનારા ભારતીય નાગરિકોની જાણકારી આવતીકાલે ટેક્સ અધિકારીઓને આપશે. જેને લઇને સીબીડીટીએ કહ્યુ કે, બ્લેક મની વિરુદ્ધ સરકારની લડાઇમાં એક મહત્વપૂર્ણ પગલું છે અને સ્વિસ બેન્કોનો ગુપ્ત રાખવાનો સમય આખરે સપ્ટેમ્બરમાં ખત્મ થઇ જશે. સીબીડીટી આયકર વિભાગ માટે નીતિ બનાવે છે. જ્યારે સીબીડીટીએ કહ્યું કે, ભારતને સ્વિઝરલેન્ડમાં ભારતીય નાગરિકોના વર્ષ 2018માં બંધ કરવામાં આવેલા ખાતાઓની જાણકારી પણ મળશે. સીબીડીટીએ કહ્યુ કે, સૂચનાની લેવડદેવડ કરવાની આ વ્યવસ્થા શરૂ થયા અગાઉ ભારત આવેલા સ્વિઝરલેન્ડના એક પ્રતિનિધિમંડળે રેવન્યૂ સચિવ એબી પાંડેય, બોર્ડના ચેરમેન પીસી મોદી અને બોર્ડના સભ્ય અખિલેશ રંજન સાથે બેઠક કરી હતી. આ પ્રતિનિધિમંડળની આગેવાની સ્વિઝરલેન્ડના ઇન્ટરનેશનલ આર્થિક મામલાના રાજ્ય સચિવાલયમાં કર વિભાગમાં ઉપપ્રમુખ નિકોલસ મારિયોએ કરી હતી. આ વર્ષે લોકસભામાં જૂન મહિનાનામાં આર્થિક સ્થિતિ પર સ્ટેન્ડિંગ કમિટિનો એક રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો. તે અનુસાર, વર્ષ 1980થી વર્ષ 2010 વચ્ચે 30 વર્ષ દરમિયાન ભારતીયોએ લગભગ 246.48 અબજ ડોલર એટલે કે 17,25,300 કરોડ રૂપિયાથી લઇને 490 અબજ ડોલર એટલે કે 34,30,000 કરોડ રૂપિયા વચ્ચે બ્લેક મની દેશ બહાર મોકલી હતી.