નવી દિલ્હીઃ પંજાબ નેશનલ બેન્ક (PNB) કૌભાંડના મુખ્ય આરોપી અને ભાગેડુ નીરવ મોદી પર એજન્સીઓએ મોટું પગલું ભર્યું. તપાસ એજન્સીઓએ આ કેસમાં નરીવ મોદી અને તેમની બહેન પૂર્વી મોદી સાથે જોડાયેલ ચાર બેન્ક ખાતાને સ્વિટ્ઝરલેન્ડમાં સીઝ કર્યા છે. નીરવ અને પૂર્વીના આ ખાતામાં અંદાજે 283.16 કરોડ રૂપિયા જમા હતા. આપને જણાવી દઇએ કે નીરવ મોદી પર પંજાબ નેશનલ બેન્કને અંદાજે 13000 કરોડ રૂપિયાનો ચૂનો લગાવાનો આરોપ છે.



આ મામલામાં સ્વિસ બેંકે એક રીલીઝ પણ જાહેર કરી છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે ભારતની માગને ધ્યાનમાં રાખીને નીરવ અને પૂર્વી મોદીનાં ચાર ખાતા સીઝ કરવામાં આવ્યાં છે.

આપને જણાવી દઇએ કે નીરવ મોદી હજુ લંડનમાં છે અને ન્યાયિક કસ્ટડીમાં છે. તે ચાર વખત કોર્ટમાં જામીન માટે અરજી કરી ચૂકયો છે પરંતુ દર વખતે તેને નિષ્ફળતા જ હાથ લાગી છે. લંડનની કોર્ટે દર વખતે તેની અરજીને નકારી દીધી છે.



આ મામલામાં બીજી મોટી સફળતા મળી છે. આ પહેલા બુધવારે જ એક વાત સામે આવી હતી કે આ કૌભાંડનાં અન્યા બીજા આરોપી મેહૂલ ચોક્સીનો પણ ભારત પાછા આવવાનો રસ્તો સાફ થઇ ગયો છે. એન્ટિગુઆનાં વડાપ્રધાને નિવેદન આપ્યું હતું કે, 'અમે મેહુલ ચોક્સીની નાગરિકતા રદ કરી રહ્યાં છીએ. હવે તેમની પાસે કોઇ કાયદાકીય રસ્તો નથી બચતો.'