નવી દિલ્હી: ટાટા મોટર્સે એકવાર ફરી સાબિત કરી દીધું છે કે, તે સુરક્ષા મામલે સૌથી આગળ છે. ટાટાની નવી હેચબેક કાર Altrozને ગ્લોબલ ન્યૂ કાર અસેસમેન્ટ પ્રોગ્રામ (Global NCAP) ક્રેશ ટેસ્ટમાં 5 સ્ટાર રેટિંગ મળ્યા છે. ખાસ વાત એ છે કે, ગ્લોબલ એનસીએપીએ પહેલીવાર એક એવી કારનું ક્રેશ ટેસ્ટ રિઝલ્ટ જાહેર કર્યું છે જે હજુ માર્કેટમાં વેંચાણ માટે ઉપલબ્ધ નથી.
આ પહેલા ટાટાની Nexon કારને ડિસેમ્બર 2018માં ગ્લોબલ એનસીએપી ક્રેશ ટેસ્ટમાં એડલ્ટ સેફ્ટી કેટેગરીમાં 5 સ્ટાર મળી ચૂક્યા છે. ક્રેસ સ્ટેટમાં Altrozને પણ એડલ્ટ પેસેન્જર પ્રોટેક્શનમાં 17માંથી 16. 13 પોઈન્ટ મળ્યા છે. તો બીજી તરફ બાળકોની સુરક્ષાના મામલે અલ્ટ્રોઝને 3 સ્ટાર મળ્યા છે.
ટાટા મોટર્સ Altrozને 22 જાન્યુઆરીના રોજ ભારતમાં લોન્ચ કરવાની તૈયારીમાં છે. તેની એક્સ શોરૂમ કિંમત 5.5 થી 8.6 લાખ રૂપિયા વચ્ચે હોવાનું અનુમાન છે. કંપનીની ઓફિશિયલ વેબસાઇટ પર 21,000 આપીને તેનું બુકિંગ કરાવી શકાય છે.
Altrozના સેફ્ટી અને ફીચર્સની વાત કરીએ તો તેમાં ડ્યૂળ ફ્રન્ટ એરબેગ્સ, એન્ટી લોક બ્રેકિંગ સિસ્ટમ સાથે EBD, કોર્નર સ્ટેબિલિટી કંટ્રોલ, સીટબેલ્ટ રિમાઈન્ડર, સ્પીડ એલર્ટ સિસ્ટમ અને Isofix ચાઈલ્ડ સીટ એન્કરેજ ફીચર તમામ વેરિએન્ટમાં સ્ટેન્ડર્ડ મળશે. આ કાર ટાટા મોટર્સના ALFA આર્કિટેક્ચર પર આધારિત છે.
એન્જીનની વાત કરીએ તો તેમાં બે પેટ્રોલ અને એક ડીઝલ એન્જીનમાં આવશે. આ બધા એન્જીન બીએસ6 નોર્મ્સ પર અપગ્રેડ કરેલા હોઇ શકે છે. પેટ્રોલ વેરિએન્ટમાં 1.2 લીટર એન્જીનનું નેચરલી એસ્પેરેટેડ અને ટર્બોચાર્ઝ્ડ વર્જન આપવામાં આવશે. ડીઝલ વેરિએન્ટમાં ટાટા નેક્સનવાળો 1.5 લીટર એન્જીન મળશે, જે 110 પીએસ દ્વારા પાવર અને 260 એનએમનો ટોર્ક જનરેટ કરશે. ટાટા અલ્ટ્રોઝમાં મેનુઅલ અને ઓટોમેટિક ગિયરબોક્સનો વિકલ્પ રાખવામાં આવી શકે છે.
Tata Altroz છે સૌથી સુરક્ષિત પ્રીમિયમ હેચબેક કાર, ક્રેશ ટેસ્ટમાં મળ્યા 5 સ્ટાર રેટિંગ
abpasmita.in
Updated at:
16 Jan 2020 10:46 PM (IST)
આ પહેલા ટાટાની Nexon કારને ડિસેમ્બર 2018માં ગ્લોબલ એનસીએપી ક્રેશ ટેસ્ટમાં એડલ્ટ સેફ્ટી કેટેગરીમાં 5 સ્ટાર મળી ચૂક્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -