નવી દિલ્હીઃ નાણાંમંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષમાં 27 જુલાઇ વસ્તુ તથા સેવા કર (GST) કાઉન્સિલની બેઠક મળી હતી. જેમાં ઓટો સેક્ટર માટે મોટા નિર્ણયો લેવામાં આવ્યા હતા. બેઠકમાં ઇલેક્ટ્રિક વાહનો પર જીએસટીના દરને 12 ટકા ઘટાડીને 5 ટકા કરી દેવામાં આવ્યો હતો.
દેશમાં ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવા માટે મોદી સરકારે જીએસટીમાં મોટો કાપ મુક્યો છે. જીએસટીમાં ઘટાડાથી ઇલેક્ટ્રૉનિક ગાડીઓ સસ્તી થઇ છે, અને આ કડીમાં દિગ્ગજ ઓટોમૉબાઇલ્સ કંપની ટાટા મોટર્સે ગુરુવારે પોતાની ઇલેક્ટ્રિકલ્સ વાહન (EV) ટિગોર ઇવીની કિંમતમાં 80,000 રૂપિયા સુધીનો ઘટાડો કરી દીધો છે. આ ઘટાડો ઓગસ્ટથી લાગુ થયો છે.
ઉલ્લેખનીય છે કે, કંપનીનું કહેવું છે કે, ટિગોર (TIGOR) ઇવીના બધા વેરિએન્ટ્સ- એક્સઇ (બેઝ), એક્સએમ (પ્રીમિયમ) અને એક્સટી (હાઇ)ની કિંમતોમાં ઘટાડો કરવામાં આવ્યો છે, જે હવે ગ્રાહકોને 11.58 લાખ રૂપિયાથી લઇને 11.92 લાખ રૂપિયા સુધીમાં ઉપલબ્ધ થશે.
અધધધ ઘટાડો.... 80 હજાર રૂપિયા સસ્તી થઇ આ લક્ઝૂરિયસ કાર, જાણો નવી કિંમત
abpasmita.in
Updated at:
02 Aug 2019 01:00 PM (IST)
ટાટા મોટર્સે ગુરુવારે પોતાની ઇલેક્ટ્રિકલ્સ વાહન (EV) ટિગોર ઇવીની કિંમતમાં 80,000 રૂપિયા સુધીનો ઘટાડો કરી દીધો છે. આ ઘટાડો ઓગસ્ટથી લાગુ થયો છે
- - - - - - - - - Advertisement - - - - - - - - -