કોરોનાકાળમાં બીજી વેવમાં અનેક કર્મચારીઓ સંક્રમિત થઈ રહ્યા છે. અનેક ફ્રન્ટલાઈન વર્કરોના મોત થયા છે. આવી વિકટ સ્થિત હોવા છતાં ટાટા સ્ટીલના કર્મચારી સતત ડ્યૂટી કરી રહ્યા છે અને કંપનીનું પ્રોડક્શન સુચારુ રીતે જાળવી રાખવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. એવામાં અનેક કર્મચારીઓના કોરોનાને કારણે મોત થયા છે. ત્યારે ટાટા સ્ટીલ કંપનીએ પોતોના કર્મચારીઓના હિતમાં એક મોટી જાહેરાત કરી છે.


કંપનીએ પોતાના કર્મચારીઓ માટે જાહેરાત કરતાં કહ્યું કે, કર્મચારીના મૃત્યુ પછી પણ તેની સેવાના 60 વર્ષ પૂર્ણ થયા સુધી, તેના પરિવારને સંપૂર્ણ પગાર આપવામાં આવશે. આ સાથે જ મકાને અને તબીબી સુવિધા પણ આપેવામાં આવશે. એટલું જ નહીં કંપની તેના બાળકોના ભણતરનો તમામ ખર્ચ પણ ઉઠાવશે.






ટાટા સ્ટીલ મેનેજમેન્ટ દ્વારા આ મામલે એક સર્ક્યુલર બહાર પાડવામાં આવ્યો છે જેમાં કહેવામાં આવ્યં છે કે, કંપની તેના કર્મચારીઓને સામાજિક સુરક્ષા હેઠળ મદદ કરવા માટે દરેક શક્ય મદદ કરી રહી છે, જેથી કંપનીમાં કાર્યરત દરેક કર્મચારીનું ભવિષ્ય વધુ સારૂ રહે. ટાટા મેનેજમેન્ટે કહ્યું છે કે જો કોઈ કર્મચારી કોરોનાને કારણે મૃત્યુ પામે છે, તો ટાટા સ્ટીલ 60 વર્ષ સુધી તેમના પરિવારજનોને પૂરો પગાર આપશે.


પગાર ઉપરાંત કર્મચારીઓનાં પરિવારોને રહેથાણ અને મેડિકલ સુવિધા પણ આપવામાં આવશે. એટલું જ નહીં, ટાટા સ્ટીલ મેનેજમેન્ટે એવી પણ જાહેરાત કરી છે કે જો કંપની વર્કરનું ફરજ દરમિયાન મૃત્યુ થાય છે, તો કંપની મેનેજમેન્ટ તેમના બાળકોનાં ગ્રેજ્યુએશનનો સંપૂર્ણ ખર્ચ (ભારતમાં) ઉઠાવશે.