Gold Prices At Record High: સોનાના ભાવમાં રેકોર્ડ વધારો લગ્નની સિઝનનો મૂડ બગાડી શકે છે. સોમવાર, 27 નવેમ્બર, 2023 ના રોજ, નબળા યુએસ ડૉલરને કારણે, સોનાના ભાવ છ મહિનાની ટોચ પર પહોંચી ગયા. સોનામાં તેજીનો માહોલ . સોનુ ઓલ ટાઈમ હાઈ પર છે. આજે સોનાનો ભાવ 63900 રુપિયા છે. ડિસેમ્બરના અંત સુધી 65000 થઈ શકે તેવી શક્યતા છે. ફોરેક્સ માર્કેટમાં ડોલરની સામે રુપિયો સતત નબળો પડતો હોવાના કારણે સોનાના ભાવમાં તેજી જોવા મળી રહી છે. બે દિવસ પહેલા સોનાનો ભાવ 63700 રુપિયા હતો. અમદાવાદ શહેરના આ ભાવ છે. 


આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાની કિંમત પ્રતિ ઔંસ $2,019.92 પર પહોંચી ગઈ છે. અગાઉ, 16 મે, 2023 ના રોજ, સોનાની કિંમત પ્રતિ ઔંસ $ 2017.82 ના સ્તરે પહોંચી હતી. યુએસ સેન્ટ્રલ બેંક ફેડરલ રિઝર્વ અપેક્ષા કરતા વહેલા તેની નાણાકીય નીતિમાં રાહત આપવાનું શરૂ કરી શકે છે, જેના કારણે સોનાના ભાવમાં તીવ્ર વધારો જોવા મળ્યો છે. બીજી તરફ વૈશ્વિક અનિશ્ચિતતા, કમરતોડ ફુગાવો અને સમગ્ર વિશ્વમાં રાજકીય તણાવને કારણે સોનાના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. હાલમાં જ વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલે તેના રિપોર્ટમાં જણાવ્યું હતું કે વિશ્વભરની સેન્ટ્રલ બેંકો સતત સોનાની ખરીદી કરી રહી છે.


ભારતમાં ગુરુ નાનક જયંતિના કારણે 27 નવેમ્બર સોમવારના રોજ  બજાર બંધ રહ્યું હતું. પરંતુ મંગળવારે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાની કિંમતમાં થયેલા વધારાની અસર ભારતીય બજારો પર જોવા મળી શકે છે. ઈન્ડિયા બુલિયન જ્વેલર્સ એસોસિએશનના જણાવ્યા અનુસાર 24 નવેમ્બરે સોનાની કિંમત 61,440 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતી.


છેલ્લા બે મહિનામાં સોનાના ભાવમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો છે. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનના ડેટા અનુસાર 4 ઓક્ટોબર 2023ના રોજ સોનાની કિંમત 56,627 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતી. એટલે કે બે મહિનાથી ઓછા સમયમાં સોનાની કિંમતમાં 4813 રૂપિયા પ્રતિ 10 ગ્રામનો વધારો થયો છે.


દેશમાં લગ્નની સિઝન શરૂ થઈ ગઈ છે. આવામાં ગ્લોડ અને ડાયમંડ જ્વેલરીની ખરીદીમાં વધારો થવાનો અનુમાન છે. દિલ્હી એનસીઆરમાં 24 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ 62,440 રૂપિયા પર કારોબાર કરી રહ્યા છે. આજે ચેન્નાઈમાં 24 કેરેટ ગોલ્ડ રેટ 62,780 રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યો છે. ચાંદીનો ભાવ 76,200 રૂપિયા પર છે. 


Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial