Tenancy laws: ભારતમાં ભાડુઆતને ક્યારેય ભાડું ન ચુકવવા બદલ ઘર ખાલી કરવું અને મકાનમાલિકની વારંવાર વિનંતીઓ છતાં ભાડુત મકાન ખાલી ન કરવા જેવા ઘણા વિવાદો સામે આવતા રહે છે. હવે આ વિવાદોના સમાધાન માટે સરકારે મકાનમાલિક અને ભાડુતને લગતા કેટલાક કાયદાઓ બનાવ્યા છે જે તેમના અધિકારોનું રક્ષણ કરવામાં આવ્યું છે.


આ સાથે જ આ કાયદો ભાડુઆતને અયોગ્ય ભાડું ચૂકવવાથી પણ રક્ષણ આપે છે. મકાનમાલિકો અને ભાડુતો બંનેના હિતોનું સંતુલન અને રક્ષણ કરવા માટે વર્ષ 1948માં ભાડા નિયંત્રણ કાયદો પસાર કરવામાં આવ્યો હતો. દરેક રાજ્યનો પોતાનો ભાડા નિયંત્રણ કાયદો છે જેમ કે મહારાષ્ટ્ર રેન્ટ કંટ્રોલ એક્ટ 1999, દિલ્હી રેન્ટ કંટ્રોલ એક્ટ 1958 વગેરે. પરંતુ કેટલાક નિયમો તો લગભગ તમામ રાજ્યોમાં એક સામાન્ય છે.


જો ભાડુવાત રૂમ ખાલી ન કરે તો શું થઈ શકે?


નિયમો મુજબ જો કોઈ ભાડુતે મકાનનું ભાડું ચુકવ્યું હોય પરંતુ મકાન માલિકની વારંવારની વિનંતીઓ કરવા છતાં પણ તે જગ્યા ખાલી ન કરે તો આવા ભાડુઆત મકાન માલિકને વધારેલું ભાડું ચૂકવવા માટે બંધાયેલો છે. બીજી તરફ જો ભાડુઆતનો કરાર સમાપ્ત થઈ જાય અને તેને રિન્યુ કરવામાં ન આવે તો ભાડુઆતે વધેલું ભાડું ચૂકવવું પડશે. 


કેટલું ભાડું ચૂકવવું પડશે


નિયમ જણાવે છે કે આ વધેલા ભાડાથી ભાડુઆતને પહેલા બે મહિના માટે બમણું ભાડું અને ત્યાર પછી 4 ગણું ભાડું ચૂકવવું પડશે. પરંતુ જો તે આ દરમિયાન કોન્ટ્રાક્ટ રિન્યૂ કરાશે તો તેણે વધારાનું ભાડું જમા કરાવવાની જરૂર રહેશે નહીં.


આ સ્થિતિમાં મળી શકે ડિસ્કાઉન્ટ


વધુમાં જો ભાડુઆત અથવા તેના પરિવાર સાથે કોઈ બળપ્રયોગ થાય તો મકાનમાલિકે ભાડુઆતને ઘટનાની અવધિ પુરી થયાની તારીખથી એક મહિનાના સમયગાળા માટે એ જ જગ્યામાં રહેવાની મંજુરી આપે છે. તેવી જ રીતે તે મકાનમાલિક પર નિર્ભર કરે છે કે, જો તે ઇચ્છે તો ભાડું માફ પણ કરી શકે છે.


ભાડુત અને મકાનમાલિક તરફથી જરૂરી લેખિત સૂચના


કોઈપણ ભાડુઆતને રૂમ અથવા મકાન આપવા અંગે લેખિત દસ્તાવેજો તૈયાર કરવા ખૂબ જ મહત્વપૂર્ણ છે. આમ ના થવાની સ્થિતિમાં કોઈ મકાનમાલિક અથવા ભાડુઆત તેના અધિકારો માટે દાવો કરી શકશે નહીં.