Cough Syrup:  ભારતીય ફાર્માસ્યુટિકલ કંપનીઓ દ્વારા નિકાસ કરવામાં આવતી કફ સિરપ પર વિશ્વભરમાં આક્રોશ બાદ સરકારે મોટો નિર્ણય લીધો છે. સરકારે દવાને વિદેશ મોકલતા પહેલા તેનું પરીક્ષણ કરવાનો આદેશ આપ્યો છે. તેથી, હવે કફ સિરપના નિકાસકારોએ તેમના ઉત્પાદનોને વિદેશ મોકલતા પહેલા નિયુક્ત સરકારી પ્રયોગશાળાઓમાં પરીક્ષણ કરાવવું પડશે.


1 જૂનથી નિયમો લાગુ


ડાયરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ (DGFT) એ સોમવારે એક નોટિફિકેશન બહાર પાડ્યું હતું. તે મુજબ ઉત્પાદનના નમૂનાનું પ્રથમ પ્રયોગશાળામાં પરીક્ષણ કરવું પડશે. આ પછી જ કફ સિરપની નિકાસ કરવાની પરવાનગી આપવામાં આવશે. નવો નિયમ 1 જૂનથી લાગુ થશે.






સરકારી લેબોરેટરીમાં ટેસ્ટીંગ થશે


ડીજીએફટીનું કહેવું છે કે કફની દવાના સેમ્પલનું ફરજીયાતપણે સરકારી લેબોરેટરીમાં પરીક્ષણ કરવામાં આવશે. ટેસ્ટ સર્ટિફિકેટ મળ્યા બાદ જ વિદેશમાં નિકાસ કરવાની પરવાનગી આપવામાં આવશે. નમૂનાઓનું પરીક્ષણ ઘણા શહેરોમાં સ્થિત પ્રાદેશિક દવા પરીક્ષણ પ્રયોગશાળા, કોલકાતાની સેન્ટ્રલ ડ્રગ ટેસ્ટિંગ લેબોરેટરી અને સેન્ટ્રલ ડ્રગ ટેસ્ટિંગ લેબોરેટરીમાં કરવામાં આવશે. આ ઉપરાંત રાજ્ય સરકારો દ્વારા માન્યતા પ્રાપ્ત દવા પરીક્ષણ પ્રયોગશાળાઓમાં પણ નમૂનાઓનું પરીક્ષણ કરી શકાય છે.


અનેક બાળકોના મોત બાદ સરકાર ગંભીર


ભારતમાં બનતા કફ સિરપની ગુણવત્તા અંગે વિશ્વભરમાં ઉઠેલા સવાલો બાદ સરકારે આ પગલું ભર્યું છે. ગયા વર્ષે, ગેમ્બિયા અને ઉઝબેકિસ્તાનમાં અનુક્રમે 66 અને 18 બાળકોના મોત થયા હતા. આ માટે ભારતમાં નિર્મિત કફ સિરપ જવાબદાર હોવાનું કહેવાય છે. નાણાકીય વર્ષ 2021-22માં ભારતમાંથી $17 બિલિયનના કફ સિરપની નિકાસ કરવામાં આવી હતી અને 2022-23માં આ રકમ વધીને $17.6 બિલિયન થઈ ગઈ હતી.


સિંહ દર્શન માટે સાસણનો નહીં થાય ધક્કો


રાજ્યમાં સિંહ દર્શન માટે હવે સાસણનો ધક્કો થોડા સમય પછી નહીં થાય. રાજ્ય સરકાર સૌરાષ્ટ્રમાં વધુ એક ટુરિસ્ટ પ્લેસ વિકસાવશે. સિંહ પ્રેમીઓ માટે સાસણ જેવું બીજુ સ્થળ સરકાર વિકાસાવશે. મળતી માહિતી પ્રમાણે, પાલીતાણાથી ખાંભા સુધીના વિસ્તારને સરકાર ટુરિસ્ટ પ્લેસ તરીકે વિક્સાવશે. આ વિસ્તારમાં સિંહોનો વસવાટ વધતાં સરકારે નિર્ણય લીધો છે. ધાર્મિક સ્થળો અને જંગલ વિસ્તારના સમન્વયથી નવું ટુરિસ્ટ પ્લેસ વિક્સાવશે. સરકાર ખંભાતથી પાલીતાણા વચ્ચે નવી લાયન સફારી પણ વિકસાવી શકે છે.