ઓનલાઈન ફૂડ ડિલિવરી કરતી કંપની ઝોમેટોનું સ્ટોક માર્કટેમાં આજે બંપર લિસ્ટિંગ થયું છે. સ્ટોક માર્કેટમાં લિસ્ટિંગની સાથે જ કંપનીએ એવા રોકાણકારોને માલામાલ કરી દીધા છે જેમણે આઈપીઓમાં અરજી કરી હતી.


પ્રથમ દિવસે જ ઝોમેટોના સ્ટોકનો ભાવ બીએસઈ ઇન્ડેક્સ પર 138ની સપાટી સુધી ગયો હતો. કંપનીના આઈપીઓનો ભાવ 72થી 76 રૂપિયાની વચ્ચે હતો. એટલે કે જે રોકાણકારોએ આઈપીઓમાં અરજી કરી હતી અને જેમને શેર લાગ્યા છે તેમને 80 ટકા જેટલો નફો થયો છે. જ્યારે ઝોમેટાના માર્કેટ કેપની વાત કરીએ તો લિસ્ટેડ થવાની સથે જ કંપનીની માર્કેટ કેપ 1 લાખ કરોડ રૂપિયાને પાર કરી ગઈ છે. બીએસઈ ઇન્ડેક્સ પર આ આંકડો ઝોમેટાના લિસ્ટિંગની થોડી જ મિનિટ બાદનો છે. જ્યાર એનએસઈ પર આ સ્ટોક 116 રૂપિયાના ભાવ સાથે ખુલ્યો હતો અને 138 સુધી જઈને હાલમાં 120થી 125ની આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે.


તમને જણાવીએ કે, પ્રમોટર્સે 9,375 કરોડ રુપિયા ઉભા કરવા માટે આઈપીઓ લોન્ચ કર્યો હતો, જે 14-16 જુલાઈ સુધી પબ્લિક માટે ખૂલ્યો હતો અને 38 ગણો ભરાયો હતો. કંપનીએ તેના કર્મચારીઓ માટે 65 લાખ શેર અલગ રાખ્યા હતા પરંતુ તેના માત્ર 62 ટકા શેર માટે જ અરજી આવી હતી. ઝોમેટો આ આઈપીઓ દ્વારા કંપનીની વેલ્યૂ 64,365 કરોડ રૂપિયા આંકી હતી.


ઝોમેટોના આઇપીઓના લિસ્ટિંગ પહેલા કંપનીના ફાઉન્ડર દીપિન્દર ગોયલે ટ્વીટ કર્યું કે, અમારા લિસ્ટિંગના દિવસે હું અમારા શૅરહોલ્ડર્સની સાથે કંઈક વાત કહેવા માંગું છું. ભવિષ્ય ખૂબ જ ઉત્સાહજનક લાગી રહ્યું છે. હું નથી જાણતો કે આપણે પાસ થઇશું કે ફેઇલ પરંતુ આપણે હંમેશાની જેમ બેસ્ટ આપીશું. આવો જામીએ દીપિન્દરે કેવી રીતે આ કંપનીની શરૂઆત કરી હતી.


ઝોમેટોના સસ્થાપક દીપિંદરને બાળપણથી જ અભ્યાસમાં કોઈ વધારે રસ ન હતો. તે છઠ્ઠા ધોરણ અને કોલેજના પ્રથમ વર્ષમાં ફેલ પણ થયા હતા.


કંપનીએ શરૂઆત કેવી રીતે અને ક્યારે થઈ


ઝોમેટો એક ભારતીય રેસ્ટોરન્ટ એગ્રીગેટર છે. આ કંપનીની શરૂઆત વર્ષ 2008માં પંકજ ચડ્ઢા અને દીપિન્દર ગોયલે કરી હતી. દીપિન્દરે આઈઆટીમાં પિઝા ઓર્ડર કર્યો હતો જેનાથી તે ખુશ ન હતા. બાદમાં ગ્રેજ્યુએટ કર્યા બાદ તે મિત્ર સાથે રોજની જેમ જ ઓફિસે ગયા હતા અને કેન્ટીમાં ખાવાના મેન્યૂની રાહ જોઈ રહ્યા હતા. ત્યારે તેને અનુભવ્યું કે તેમાં ઘણો સમય લાગી રહ્યો છે. તેણે ખાવાના મેન્યૂને સ્કેન કરીને ઓનલાઈન મુકી દીધું જે લોકોને ખૂબ પસંદ પડ્યું. અહીંથી જ તેને ઝોમેટોનો આઈડિયા આવ્યો.


ઓનલાઈન મેન્યૂ પર સારો રિસ્પોન્સ મળતા જોઈ તેણે વેબસાઈટ ખોલવાનું વિચાર્યું જેમાં લોકોને આસપાસની રેસ્ટોરન્ટની જાણકારી મલી શકે.


તેણે પોતાની ઓફિસના મંત્રિ પંકજ ચડ્ઢાની સાથે મળીને વર્ષ 2008માં ફૂડીબે ખોલી જેમાં રેસ્ટોરન્ટના મેન્યૂથી લઈને તેની સમીક્ષા પણ હતી.


ઝોમેટોએ દરેક શહેરના રેસ્ટોરન્ટની સાથે કરાર કર્યો. આ રેસ્ટોરન્ટથી ખાવાનું, સામાન્ય લોકોને ઝોમેટો હોમ ડિલીવર કરતું હતું અને રેસ્ટોરન્ટ સાથે જોડાયેલ જાણકારી, મેન્યૂ અને યૂઝરને રિવ્યૂઝ જેવી જાણકારી ઉપલબ્ધ કરાવતું હતું. લોકડાઉન દરમિયાન ઝોમેટોએ ઘરે ઘરે ગ્રોસરી પહોંચાડવાનું પણ શરૂ કર્યું.


વર્ષ 2008માં આ કંપનીની શરૂઆત થઈ હતી. ત્યારે તેનું નામ Foodiebay હતું, જેને વર્ષ 2010માં બદલીને Zomato કરવામાં આવ્યું.


વર્ષ 2011 સુધી Zomato દેશના અલગ અલગ શહેર જેમ કે દિલ્હી, મુંબઈ, બેંગલુરુ, ચેન્નઈ, પુણે અને કોલકાતા સુધી ફેલાઈ ગયું. વર્ષ 2012માં ઝોમેટોની સર્વિસ વૈશ્વિક સ્તર સુધી પહોંચી ગઈ.


યૂએઈ, ફિલીપીંસ, સાઉથ આફ્રિકા જેવા દેશ સામેલ હતા. ત્યાર બાદ 2013માં ઝોમેટો ન્યૂઝીલેન્ડ, તુર્કી, બ્રાઝીલ ને ઇન્ડોનેશિયામાં લોન્ચ કરવામાં આવ્યું.


અહીં ઝોમેટોની વેબસાઈટ અને એપ્લિકેશન પણ લોન્ચ કરવામાં આવી જે ટર્કીશ, ઇન્ડોનેશિયા અને એંગ્રેજી ભા,માં છે. વર્ષ 2014માં જોમેટો પુર્તગાલ, કેનેડામાં પણ લોન્ચ કરવામાં આવ્યું અને વર્ષ 2015માં આયરલેન્ડમાં લોન્ચ કરવામાં આવ્યું. વર્ષ 2019માં ઓસ્ટ્રેલિયા અને યૂએસમાં ઝોમેટોએ એન્ટ્રી કરી.