GSTનું વાર્ષિક રિટર્ન ભરવાની તારીખ લંબાવાઈ, જાણો કઈ છે અંતિમ તારીખ
abpasmita.in | 26 Aug 2019 09:21 PM (IST)
નણાકીય વર્ષ 2017-18 માટે ફોર્મ GSTR-9, GSTR-9A અને GSTR-9C માટે રિટર્ન ફાઇલ કરવાની અંતિમ તારીખ 31 ઓગસ્ટ, 2019 હતી પરંતુ હવે તેને લંબાવીને 30 નવેમ્બર, 2019 કરવામાં આવી છે.
નવી દિલ્હીઃ સરકાર દ્વારા જીએસટી રિટર્ન ભરવાની અંતિમ તારીખ લંબાવવામાં આવી છે. નાણા મંત્રાલયે એક નિવેદન બહાર પાડીને કહ્યું કે, નણાકીય વર્ષ 2017-18 માટે ફોર્મ GSTR-9, GSTR-9A અને GSTR-9C માટે રિટર્ન ફાઇલ કરવાની અંતિમ તારીખ 31 ઓગસ્ટ, 2019 હતી પરંતુ હવે તેને લંબાવીને 30 નવેમ્બર, 2019 કરવામાં આવી છે. જીએસટીનું વાર્ષિક રિટર્ન ભરવા માટે નિર્ધારિત ફોર્મ જીએસટી 9 ખૂબ જટિલ હતું. ફોર્મમાં માંગવામાં આવેલી જાણકારી પૂરી રીતે નવી હોવાના કારણે વિવિધ કંપનીઓએ જીએસટી સોફ્ટવેર લીધું નહોતું. જીએસટી વાર્ષિક રિટર્નનું ફોર્મ ભરવામાં અટપટું હોવાથી ઘણી સંસ્થાઓ દ્વારા તારીખ લંબાવવાની માંગ કરવામાં આવી હતી. દક્ષિણ આફ્રિકામાં ભરૂચના બે સગા ભાઈઓ પર જીવલેણ હુમલો, જાણો વિગત હીરો ઈલેક્ટ્રિકે લોન્ચ કર્યું નવું ઈ સ્કૂટર, કિંમત જાણીને ચોંકી જશો જેટલીના અસ્થિનું ગંગામાં વિસર્જન કરવામાં આવ્યું, જુઓ તસવીરો