Jio Financial Services Listing Update: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાંથી ડિમર્જ થયેલી Jio ફાઇનાન્સિયલ સર્વિસિસ લિમિટેડ 21 ઓગસ્ટના રોજ સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ થશે.


આ સમાચાર બાદ RILના શેરમાં જોરદાર રિકવરી જોવા મળી હતી. નબળા બજારમાં પણ, BSE પર શેર 1.5%ના વધારા સાથે રૂ.2570 પર ટ્રેડ થઈ રહ્યો છે. Jio Financial ની લિસ્ટિંગ તારીખ 21 ઓગસ્ટ નક્કી કરવામાં આવી છે. જ્યારે 22 ઓગસ્ટથી સ્ટોક FTSE રસેલમાંથી બહાર થઈ જશે. કારણ એ હતું કે Jio ફાયનાન્સિયલ સર્વિસે 20 દિવસ પછી પણ ટ્રેડિંગ શરૂ કર્યું નથી.


20 જુલાઈના રોજ, ડી-મર્જરની રેકોર્ડ તારીખે, Jio ફાયનાન્સિયલ સર્વિસિસનું બજાર મૂલ્ય આશરે $21 બિલિયન હતું. આ મૂલ્યાંકન Jio ફાયનાન્સિયલ સર્વિસના શેરની કિંમત રૂ. 261.85ના આધારે કરવામાં આવ્યું છે. Jio ફાઇનાન્શિયલ સર્વિસિસના લિસ્ટિંગ પછી, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ તેના ફાઇનાન્શિયલ સર્વિસ યુનિટ વિના શેરબજારમાં ટ્રેડ કરશે.


ડિ-મર્જર વ્યવસ્થા હેઠળ રિલાયન્સના શેરધારકોને Jio ફાયનાન્સિયલ સર્વિસિસનો એક વધારાનો હિસ્સો મળ્યો છે. ધારો કે તમારી પાસે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો એક શેર છે, તો આપમેળે જિયો ફાઇનાન્શિયલ સર્વિસિસનો એક શેર તમારા ડીમેટમાં આવી જશે.


જો કે, આ નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે જ્યારે તાજેતરમાં જ 22 ઓગસ્ટથી FTSE ઓલ-વર્લ્ડ ઇન્ડેક્સ, FTSE MPF ઓલ-વર્લ્ડ ઇન્ડેક્સ, FTSE ગ્લોબલ લાર્જ કેપ ઇન્ડેક્સ અને FTSE ઇમર્જિંગ ઇન્ડેક્સમાંથી Jio ફાઇનાન્સિયલ સર્વિસિસને દૂર કરવાની જાહેરાત કરવામાં આવી હતી. ગ્લોબલ ઈન્ડેક્સ એગ્રીગેટર FTSE એ દલીલ કરી હતી કે Jio Financial Services એ 20 કામકાજના દિવસો પછી ટ્રેડિંગ શરૂ કર્યું નથી અને કોઈ ચોક્કસ લિસ્ટિંગ તારીખ જાહેર કરવામાં આવી નથી. આવી સ્થિતિમાં કંપનીને ઈન્ડેક્સમાંથી બાકાત રાખવામાં આવી છે.


નિફ્ટી-સેન્સેક્સ ટ્રેડર્સ લિસ્ટિંગ પર વેચાણ કરી શકે છે


20 જુલાઈના રોજ Jio Financialની કિંમત 261.8 રૂપિયા હતી. નિફ્ટી 50 અને સેન્સેક્સને ટ્રેક કરતા ટ્રેડર્સ લિસ્ટિંગ પર લગભગ 3865 કરોડનું વેચાણ કરી શકે છે. આમાં નિફ્ટી 50 ટ્રેડર્સ 2140 કરોડ અને સેન્સેક્સ ટ્રેડર્સ 1455 કરોડનું વેચાણ કરી શકે છે. RILની ફાઇનાન્શિયલ સર્વિસ કંપનીના ડિમર્જર માટે 20 જુલાઈની તારીખ જાહેર કરવામાં આવી હતી. આ અંતર્ગત, RILના શેરધારકોને Jio Financial 1:1 રેશિયોથી શેર મળશે.


આ પણ વાંચોઃ


Tomato Price: ટૂંક સમયમાં મળી શકે છે સસ્તા ટામેટાં, જથ્થાબંધ બજારમાં ભાવમાં થયો મોટો ઘટાડો