ઈન્કમ ટેક્સ રિટર્ન (ITR) ફાઈલ કરવાની છેલ્લી તારીખ હવે નજીક છે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે ITR ફાઈલ કરવાની અંતિમ તારીખ વધુ લંબાવવામાં આવશે નહીં. આવી સ્થિતિમાં જો તમારે સમયમર્યાદા પછી ITR ફાઇલ કરવા માટે દંડ ભરવો પડશે. તેથી જો તમે હજી સુધી ITR ફાઈલ નથી કર્યું તો આ કામ શક્ય તેટલી વહેલી તકે પૂર્ણ કરો. ઉપરાંત ITR ફાઇલ કરતી વખતે નાની વિગતો પર ધ્યાન આપવાની ખાતરી કરો. નહિંતર પાછળથી આવકવેરા વિભાગ તેમને નોટિસ મોકલી શકે છે



  1. બાળકોના નામે ખોલવામાં આવેલા ખાતાઓની માહિતી


જો તમે તમારા બાળકોના નામે રોકાણ કર્યું છે, તો ITR ફાઇલ કરતી વખતે આનો ઉલ્લેખ કરવો પડશે. સામાન્ય રીતે સગીર બાળકના નામે બેંક ખાતું ખોલવામાં આવે છે, પરંતુ તેમાં માતા-પિતા વાલી તરીકે રહે છે. જો તમને તમારા બાળકના નામે કરવામાં આવેલા રોકાણમાંથી વ્યાજ મળી રહ્યું છે તો તે તમારી આવક સાથે જોડાયેલું છે. તેથી જ માતાપિતાએ તેને તેમની આવકમાં દર્શાવવું પડશે. સગીર વ્યક્તિની આવક ઉમેરીને 1,500 રૂપિયાના ડિડક્શનનો દાવો કરી શકાય છે.



  1. રોકાણ પર વળતર


આવકવેરા રિટર્ન ફાઇલ કરતી વખતે તે આવક પણ દર્શાવવી પડશે જ્યાંથી તમે રિટર્ન મેળવી રહ્યાં છો. ધારો કે તમે પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF) માં રોકાણ કર્યું છે, તો તેના પર મળતું વ્યાજ કરમુક્ત છે. પરંતુ તમારે આ અંગેની માહિતી ITRના ફોર્મમાં આપવાની રહેશે. રિટર્નમાં આ માટે એક જગ્યા આપવામાં આવે છે, જ્યાં તમારે આવી આવક દર્શાવવાની હોય છે.



  1. સેવિંગ બેંક એકાઉન્ટનું વળતર


કરદાતાઓ કેટલીકવાર રિટર્ન ફાઇલ કરતી વખતે બચત બેંક ખાતામાંથી મેળવેલ વ્યાજ બતાવવાનું ભૂલી જાય છે. તેઓ વિચારે છે કે આ નાની આવકથી શું ફરક પડશે. પરંતુ આ ભૂલ ભારે પડી શકે છે. ITRમાં પણ આવી આવક દર્શાવવી જરૂરી છે. રિટર્નમાં દર્શાવ્યા પછી કલમ 80TTA હેઠળ કપાત તરીકે 10,000 રૂપિયા સુધીનો દાવો કરવાનો રહેશે.



  1. વિદેશી રોકાણની માહિતી


જો તમે વિદેશમાં રોકાણ કરો છો જે ડાયરેક્ટ ઇક્વિટી હોલ્ડિંગ અથવા વિદેશી ફંડ અથવા હાઉસ પ્રોપર્ટીના સ્વરૂપમાં હોઈ શકે છે. પછી તમારે ITR ભરતી વખતે આવા રોકાણ વિશે જણાવવું પડશે. આ સાથે હોલ્ડિંગમાંથી થતી આવક પણ દર્શાવવી પડશે. કરદાતાઓએ આના પર વિશેષ ધ્યાન આપવું જોઈએ.



  1. Accrued interest


વ્યાજમાંથી કુલ આવક એટલે Accrued interest . આ તે આવક છે જે આવક તો ગણાય છે પણ મળતી નથી. આ કમ્યુલેટિવ ડિપોઝિટ અથવા બોન્ડ્સમાંથી મળનાર વ્યાજ, જે માત્ર પાકતી મુદત પર ચૂકવવામાં આવે છે. આવી આવક પર TDS લઈ શકાય છે. તેથી તે જરૂરી છે કે રોકાણ ITRમાં દર્શાવવામાં આવે.


 


 


Join Our Official Telegram Channel:


https://t.me/abpasmitaofficial