ફિક્સ્ડ ડિપોઝિટ એટલે કે FD ભારતમાં રોકાણનો શાનદાર વિકલ્પ છે. કોઈ જોખમ ન હોવાના કારણે FD પર લોકોનો વિશ્વાસ ઘણો સારો છે. આ જ કારણ છે કે આજે પણ મોટી સંખ્યામાં લોકો એફડી કરે છે. જો તમે પણ FD લેવાનું વિચારી રહ્યા છો, તો પહેલા વિવિધ બેંકો દ્વારા FD પર આપવામાં આવતા વ્યાજ દરો વિશે જાણી લો. નાની ફાઇનાન્સ બેંકો મોટી બેંકોની સરખામણીમાં FD પર વધુ વ્યાજ દર ઓફર કરે છે. સામાન્ય રીતે બેંકો લાંબી મુદતવાળી એફડી પર વધુ વ્યાજ ઓફર કરે છે. જ્યારે ટૂંકા ગાળાની એફડી પર પ્રમાણમાં ઓછા વ્યાજ દરો ઓફર કરવામાં આવે છે. આજે અમે તમને વિવિધ બેંકો દ્વારા 3 વર્ષની FD પર ઓફર કરવામાં આવતા FD પરના વ્યાજ દરો વિશે જણાવવા જઈ રહ્યા છીએ.
HDFC બેંક
HDFC બેંક સામાન્ય નાગરિકોને 7 ટકા અને વરિષ્ઠ નાગરિકોને 3 વર્ષની FD પર 7.5 ટકા વ્યાજ દર ઓફર કરે છે. આ વ્યાજ દર ખૂબ જ સારા છે. જો તમે ત્રણ વર્ષ માટે FD કરાવવાનું વિચારી રહ્યા છો તો તમે HDFC બેંકમાં FD કરાવી શકો છો.
ICICI બેંક
ICICI બેંક સામાન્ય નાગરિકોને 7 ટકા અને વરિષ્ઠ નાગરિકોને 3 વર્ષની FD પર 7.5 ટકા વ્યાજ દર ઓફર કરે છે. આ વ્યાજ દર અન્ય બેંકની સરખામણીએ સારા છે. જો તમે ત્રણ વર્ષ માટે FD કરાવવાનું વિચારી રહ્યા છો તો તમે ICICI બેંકમાં FD કરાવી શકો છો.
કોટક મહિન્દ્રા બેંક
કોટક મહિન્દ્રા બેંક પણ એફડી પર ખૂબ જ સારુ વ્યાજ આપે છે. કોટક મહિન્દ્રા બેંકમાં સામાન્ય નાગરિકોને 7 ટકા અને વરિષ્ઠ નાગરિકોને 3 વર્ષની FD પર 7.6 ટકા વ્યાજ દર ઓફર કરે છે.
ફેડરલ બેંક
ફેડરલ બેંકમાં પણ વ્યાજ દર સારા છે. આ બેંકમાં 3 વર્ષની FD પર સામાન્ય નાગરિકોને 7 ટકા અને વરિષ્ઠ નાગરિકોને 7.5 ટકા વ્યાજ દર ઓફર કરે છે.
યુનિયન બેંક ઓફ ઈન્ડિયા
યુનિયન બેંક ઓફ ઈન્ડિયા સામાન્ય નાગરિકોને 6.7 ટકા અને વરિષ્ઠ નાગરિકોને 3 વર્ષની FD પર 7.2 ટકા વ્યાજ દર ઓફર કરે છે.
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા સામાન્ય નાગરિકોને 6.75 ટકા અને વરિષ્ઠ નાગરિકોને 3 વર્ષની FD પર 7.25 ટકા વ્યાજ દર ઓફર કરે છે.એસબીઆઈ વરિષ્ઠ નાગરિકોને અન્ય બેંકોની સરખામણીએ સૌથી વધુ વ્યાજ આપે છે.
બેંક ઓફ બરોડા
બેંક ઓફ બરોડા 3 વર્ષની FD પર સામાન્ય નાગરિકોને 6.8 ટકા અને વરિષ્ઠ નાગરિકોને 7.4 ટકા વ્યાજ દર ઓફર કરે છે. એસબીઆઈ બેંક બાદ બેંક ઓફ બરોડા વરિષ્ઠ નાગરિકોને સારુ વ્યાજ આપે છે. જો તમે ત્રણ વર્ષ માટે FD કરાવવાનું વિચારી રહ્યા છો તો તમે બેંક ઓફ બરોડામાં FD કરાવી શકો છો.
શું તમે પણ હોટલમાં આપ્યું છે Aadhaar Card? ક્યારેય ન કરો આ ભૂલ, જાણી લો