Ratan Tata dies : 34 લાખ કરોડના ટાટા ગ્રુપના માલિક રતન ટાટા પાસે કેટલી સંપત્તિ, જાણીને તમને નહી થાય વિશ્વાસ

તમે ટાટા ગ્રુપની વિશાળતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકો છો કે આજે તેની હેઠળ 29 લિસ્ટેડ કંપનીઓ છે

Continues below advertisement

ટાટા જૂથના માનદ ચેરમેન અને દેશના દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટાનું બુધવારે મોડી રાત્રે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં નિધન થયું હતું. પદ્મ વિભૂષણથી સન્માનિત 86 વર્ષીય રતન ટાટાએ રાત્રે 11.30 વાગ્યે હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. ટાટા ગ્રુપની સફળતા વિશે સૌ કોઇ જાણે છે અને આ વિશાળ ગ્રુપની માર્કેટ મૂડી વિશે પણ ઓછા લોકોને જાણ છે. પરંતુ શું તમે જાણો છો કે લાખો કરોડનું બિઝનેસ ગ્રુપ ચલાવતા રતન ટાટા પાસે કેટલી સંપત્તિ છે.

Continues below advertisement

સમાચારોમાં અવારનવાર દેખાતા અમીર લોકોની યાદી જોશો તો તમને ખબર પડશે કે નવા ઉદ્યોગપતિઓની પોતાની મૂડી લાખો-કરોડોમાં છે. જો દેશના સૌથી જૂના ઔદ્યોગિક જૂથના વડાની વાત કરીએ તો રતન ટાટા પાસે પણ લાખો કરોડ રૂપિયાની સંપત્તિ હોવી જોઈએ. પરંતુ અમે તમારા માટે એક એવો ચોંકાવનારો ખુલાસો લઈને આવ્યા છીએ જેને જાણીને તમે વિશ્વાસ નહીં કરો.

ટાટા ગ્રુપનું માર્કેટ કેપ શું છે?

તમે ટાટા ગ્રુપની વિશાળતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકો છો કે આજે તેની હેઠળ 29 લિસ્ટેડ કંપનીઓ છે. હા, લિસ્ટેડ કંપનીઓ જે શેરબજારમાં લિસ્ટેડ છે અને તેમનો તમામ ડેટા સામાન્ય લોકો માટે ઉપલબ્ધ છે. જો આપણે આ તમામ 29 કંપનીઓના કુલ માર્કેટ કેપ પર નજર કરીએ તો 20 ઓગસ્ટ, 2024 સુધીમાં તે લગભગ 403 બિલિયન ડોલર (આશરે  33.7 લાખ કરોડ રૂપિયા) હોવાનું કહેવાય છે.

રતન ટાટાની નેટવર્થ કેટલી છે?

જો આપણે રતન ટાટાની નેટવર્થની વાત કરીએ તો ભલે તેમની કંપનીઓ કમાણીના મામલે દુનિયાભરમાં ટોપ પર હોય પરંતુ રતન ટાટા પોતે ઓછી સંપત્તિના માલિક છે. IIFL વેલ્થ હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટ 2022 અનુસાર, તેમની કુલ નેટવર્થ માત્ર 3,800 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. એક વર્ષ પહેલા એટલે કે 2021માં તેમની કુલ સંપત્તિ માત્ર 3,500 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. આવી સ્થિતિમાં તેમની કુલ સંપત્તિ કંપનીની કુલ સંપત્તિના 0.50 ટકા પણ નથી.

રતન ટાટાની સંપત્તિ આટલી ઓછી કેમ છે?

જો ટાટા ગ્રુપના માર્કેટ કેપ પરથી જોવામાં આવે તો રતન ટાટાની સંપત્તિ કંઈ નથી. સ્વાભાવિક રીતે તમારા મનમાં આ પ્રશ્ન ઉદ્ભવતો જ હશે કે કંપનીની કુલ આવક ક્યાં જાય છે? નોંધનીય છે કે ટાટા ગ્રુપની તમામ કંપનીઓ ટાટા ટ્રસ્ટ હેઠળ આવે છે અને તેની હોલ્ડિંગ કંપની ટાટા સન્સ છે. આ કંપની તેની તમામ કંપનીઓની કુલ આવકના 66 ટકા ધર્માર્થ કાર્યોમાં ખર્ચ કરે છે. સ્વાભાવિક છે કે, રતન ટાટા પોતાની કંપનીઓની કમાણી પોતે લેવાને બદલે એક ટ્રસ્ટ દ્વારા દેશ અને દેશવાસીઓ પર ખર્ચ કરે છે.

Ratan Tata: રતન ટાટાએ કેમ કર્યા નહોતા લગ્ન, જાણો ભારત અને ચીનના યુદ્ધ સાથે શું છે સંબંધ?

Continues below advertisement
Sponsored Links by Taboola