જોકે, મોટા ભાગના લોકો એ માહિતી નથી હોતી કે તેના ખાતામાં સબસિડીના કેટલા રૂપિયા જમા થાય છે. તમે ઘરે બેઠા બેઠા જ જો આ જાણવા માંગતા હોય તો જાણી શકો છો કે, તમારા ખાતામાં સબસિડીની રકમ જમા થઇ કે નહીં. જાણો કેવી રીતે......
સબસિડી જાણવા માટે આટલુ કરો....
સૌથી પહેલા Mylpg.in પર જાઓ, તમને ત્રણ પેટ્રૉલિયમ કંપનીઓ (એચપી, ભારત અને ઇન્ડેન)ના ટેબ દેખાશે. તમારી સિલિન્ડર કંપની પર ક્લિક કરો.
ટેબ સિલેક્ટ કર્યા બાદ તમારી સામે એક નવુ પેજ ખુલશે, મેન્યૂમાં જાઓ અને 17 આંકડાની તમારી એલપીજી આઇડી નાંખો. જો એલપીજી આઇડી ના ખબર હોય તો 'Click here to know your LPG ID' પર જઇને આને જાણી શકો છો.
હવે પોતાનો રજિસ્ટર્ડ નંબર, LPG ગ્રાહક આઇડી, રાજ્યનુ નામ અને ડિસ્ટ્રીબ્યૂટરની જાણકારી નોંધો. આ પછી કેપ્ચા કૉડ ભર્યા બાદ પ્રૉસેસના બટન પર ક્લિક કરો.
પ્રૉસેસ કર્યા બાદ સામે એક નવુ પેજ ખુલશે, જેના પર તમને LPG ID દેખાશે.
તમારા ખાતાની ડિટેલ એક પૉપ અપ દેખાશે. અહીં તમારુ બેન્ક ખાતુ અને આધાર કાર્ડના એલપીજી ખાતા સાથે લિંક હોવાની માહિતીની સાથે તમને એ પણ જાણવા મળશે કે તમે સબસિડીનો ઓપ્શન છોડી દીધો છે કે નહીં.
પેજની ડાબુ બાજુ સિલિન્ડર બુકિંગ હિસ્ટ્રી કે સબસિડી ટ્રાન્સફર જુઓ, પર ક્લિક કરો. આના પર ક્લિક કરીને તમારી સબસિડીની રકમ પણ જોઇ શકાશે.