Petrol-Diesel Price Hike: દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ દિવસેને દિવસે વધી રહ્યા છે. દિલ્હીમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આજે ફરી 80-80 પૈસાનો વધારો થયો છે. ચાર મહિનાથી વધુના ગાળા પછી, 22 માર્ચ એટલે કે મંગળવારે આ કિંમતોમાં પ્રથમ વખત ફેરફાર કરવામાં આવ્યો હતો, ત્યારબાદ છેલ્લા 16 દિવસમાં 14મી વખત ઇંધણ મોંઘું થયું છે અને ત્યારથી અત્યાર સુધીમાં પેટ્રોલ અને ડીઝલ મોંઘા થયા છે.


દિલ્હીમાં પેટ્રોલ અને ડીઝલ


એક લિટર પેટ્રોલ - 105 રૂપિયા 41 પૈસા


એક લિટર ડીઝલ - 96 રૂપિયા 67 પૈસા


આજે દિલ્હીમાં CNGની કિંમત 66.61 રૂપિયા પ્રતિ કિલો છે.


મુંબઈમાં એક લિટર પેટ્રોલની કિંમત 117 રૂપિયા અને 57 પૈસા છે.


મુંબઈમાં પેટ્રોલની કિંમતમાં 84 પૈસા અને ડીઝલની કિંમતમાં 85 પૈસાનો વધારો થયો છે, જે બાદ મુંબઈમાં એક લિટર પેટ્રોલની કિંમત 8.9 રૂપિયા થઈ ગઈ છે.


ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ


અમદાવાદ


પેટ્રોલ:103.47 રૂપિયા પ્રતિ લિટર


ડીઝલ:97.76 રૂપિયા પ્રતિ લિટર


વડોદરા


પેટ્રોલ:103.13 રૂપિયા પ્રતિ લિટર


ડીઝલ:97.43 રૂપિયા પ્રતિ લિટર


રાજકોટ


પેટ્રોલ:103.23 રૂપિયા પ્રતિ લિટર


ડીઝલ:97.54 રૂપિયા પ્રતિ લિટર


ગાંધીનગર


પેટ્રોલ:103.68 રૂપિયા પ્રતિ લિટર


ડીઝલ:97.97 રૂપિયા પ્રતિ લિટર


જામગનર


પેટ્રોલ:103.41 રૂપિયા પ્રતિ લિટર


ડીઝલ:97.70 રૂપિયા પ્રતિ લિટર


જૂનાગઢ


પેટ્રોલ:104.12 રૂપિયા પ્રતિ લિટર


ડીઝલ:98.43 રૂપિયા પ્રતિ લિટર


સુરત


પેટ્રોલ:103.34 રૂપિયા પ્રતિ લિટર


ડીઝલ:97.66 રૂપિયા પ્રતિ લિટર


ભાવનગર


પેટ્રોલ:105.14 રૂપિયા પ્રતિ લિટર


ડીઝલ:99.44 રૂપિયા પ્રતિ લિટર


ગુજરાત ગેસે સીએનજીની કિંમતમાં કર્યો વધારો


તો આ તરફ મોંઘવારીમાં પિસાતી જનતાને વધુ એક ડામ આપવા માટે અદાણી અને ગુજરાત ગેસ વચ્ચે પણ સ્પર્ધા ચાલી રહી હોય તેમ લાગી રહ્યું છે. ગુજરાત ગેસે  સીએનજીના ભાવમાં પ્રતિ કિલો દીઠ 6.45 રૂપિયાનો ભાવ વધારો કર્યો છે. સીએનજી હવે કિલો દીઠ 76.98ના ભાવ પર પહોંચી ગયો છે. આ વધારો આજથી અમલી થશે.


આ પહેલા અદાણી ગેસે એક એપ્રિલના રોજ સીએનજીમાં પાંચ રૂપિયાનો વધારો કરતા તેનો ભાવ 79.59 એટલે કે લગભગ 80 રૂપિયા સુધી આંબી ગયો છે. ગુજરાત ગેસના સીએનજીના ભાવામં 6.45 રૂપિયાનો વધારો કરતા ઝીકવામાં આવ્યો ચે. એટલે સીએનજી વાહન ચાલકોને કિલો ગેસે 76.98ના ભાવે મળશે.