Top Multibagger Stocks 2023:  સ્થાનિક શેરબજારે તાજેતરમાં તેના ઉચ્ચ સ્તરનો નવો રેકોર્ડ બનાવ્યો છે, પરંતુ એકંદરે આ વર્ષ અત્યાર સુધી ખાસ સાબિત થયું નથી. BSE સેન્સેક્સ અને NSE નિફ્ટીમાં જાન્યુઆરીથી માંડ 7-8 ટકાનો વધારો જોવા મળ્યો છે. બીજી તરફ કેટલાક શેર એવા છે જેમણે આ વર્ષે વળતરની દ્રષ્ટિએ સિક્સર ફટકારી છે. ચાલો જાણીએ કે આ વર્ષે અત્યાર સુધીનો સૌથી સારો દેખાવ કરનાર સ્ટોક કયો છે! 


કંપની 70 કરોડથી નાની


આ શેર ઝવેરી ક્રેડિટ્સ એન્ડ કેપિટલ લિમિટેડનો છે. આ કંપનીનો સ્ટોક સસ્તો છે, પરંતુ વળતર આપવાની બાબતમાં મોટા શેરો તેની સામે ક્યાંય ટકી શકતા નથી. કોમોડિટી બ્રોકિંગ માટે રોકાણકારો અને વેપારીઓને પ્લેટફોર્મ પૂરું પાડતી આ કંપનીનું કદ ઘણું નાનું છે. અત્યારે તેનું માર્કેટ કેપ માત્ર 70 કરોડ રૂપિયા છે.


આ રીતે મજબૂત થયો ભાવ


શુક્રવારે, શેર લગભગ 2 ટકા વધીને રૂ. 108.25 પર બંધ થયો હતો. છેલ્લા 5 દિવસમાં, તેણે બેંક એફડીના એક વર્ષ કરતાં વધુ સારું વળતર આપ્યું છે અને 8 ટકાથી વધુનો ફાયદો નોંધાવ્યો છે. છેલ્લા એક મહિનામાં તેની કિંમતમાં 24 ટકાનો વધારો થયો છે, જ્યારે બે મહિનામાં તેની કિંમત લગભગ બમણી થઈ ગઈ છે. બે મહિના પહેલા, તેનો એક શેર લગભગ રૂ. 60માં ઉપલબ્ધ હતો.


એક વર્ષ પહેલા તેની કિંમત 9 રૂપિયાથી ઓછી હતી


છેલ્લા 6 મહિના દરમિયાન ઝવેરી ક્રેડિટ્સ એન્ડ કેપિટલ લિમિટેડના સ્ટોકે 525 ટકાથી વધુનું આશ્ચર્યજનક વળતર આપ્યું છે. તે જ સમયે આ વર્ષે જાન્યુઆરીથી, આ શેરમાં 900 ટકાનો ઉછાળો આવ્યો છે. છેલ્લા એક વર્ષમાં આ શેરની કિંમત 1115 ટકા મજબૂત થઈ છે. એક વર્ષ પહેલા તેના એક શેરની કિંમત રૂ.9થી ઓછી હતી.



8 હજારથી 1 લાખ કર્યા


જો તમે છેલ્લા એક વર્ષમાં રૂ. 8.93 થી રૂ. 108.25 સુધીની સફર જુઓ તો આ સ્ટોક 12.12 ગણો ઉછળ્યો છે. આનો અર્થ એ થયો કે જો કોઈ રોકાણકારે એક વર્ષ પહેલાં તેના શેરમાં રૂ. 1 લાખનું રોકાણ કર્યું હોય, તો તેની પાસે આજે રૂ. 12 લાખથી વધુ હશે, જ્યારે રૂ. 8,200નું રોકાણ કરનારાઓ એક વર્ષમાં કરોડપતિ બની ગયા હશે.   


Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial