મુંબઈઃ દેશમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે. અત્યાર સુધીમાં 1700થી વધારે લોકોની તેની ઝપેટમાં આવી ગયા છે. ભારતમાં કોરોના વકરતો અટકે તે માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા 21 દિવસના Lockdownની જાહેરાત કરવામાં આવી છે. જેનો આજે આઠમો દિવસ છે.


લોકડાઉનના કારણે ટીવી સીરિયલ્સના શૂટિંગ પણ બંધ થઈ ગયા છે. જેના કારણે હાલ જૂના એપિસોડ ટેલિકાસ્ટ થઈ રહ્યા છે. એક અંદાજ પ્રમાણે અત્યાર ટીવી ઈન્ડસ્ટ્રીઝને અત્યાર સુધીમાં 5000 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.

જો સ્થિતિ સામાન્ય નહીં થાય તો લોકડાઉનની સમય મર્યાદા આગળ વધારવામાં આવી શકે છે. જેની સૌથી વદારે અસર ટીવી ઈન્ડસ્ટ્રીઝને થશે. કારણકે ટીવી ઈન્ડસ્ટ્રીમાં શિફ્ટ પ્રમાણે શૂટિંગ ચાલે છે. હાલ ટીવી સીરિયલ્સના શૂટિંગ બંધ હોવાથી ટેલિવિઝનમાં કામ કરતાં તમામ નાના-મોટા કર્મચારીઓ પણ અસર પડી છે.

શૂટિંગ બંધ હોવાના કારણે ટીવીના જાણીતા શો યે રિશ્તા ક્યા કહલાતા હૈ, નાગિન 4, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા, મુજસે શાદી કરોગે ને વધારે અસર થશે. જ્યારે કેટલાક નવા શો પણ શરૂ થવાના હતા. જેની રિલીઝ ડેટ લંબાવી દેવામાં આવી છે.