Hero Motocorp
દેશની સૌથી મોટી ટૂ વ્હીલર મેન્યુફેક્ચરર કંપની હીરો મોટોકોર્પના વેચાણમાં 82.5 ટકાનો રેકોર્ડ ઘટાડો આવ્યો છે. ગત વર્ષે આ મહિનામાં કંપનીએ 6,06,216 મોટર સાયકલ વેચી હતી તો ચાલુ વર્ષે કંપનીએ મે મહિનામાં 1,06,038 યૂનિટ્સ વેચ્યા છે. આ ઉપરાંત કંપનીએ ગત વર્ષે મે મહિનામાં 45,812 સ્કૂટર વેચ્યા હતા, જ્યારે ચાલુ વર્ષે મે મહિનામાં માત્ર 6644 યૂનિટ્સનું જ વેચાણ થયું છે.
Bajaj Auto
બજાજ ઓટોના વેચાણમાં પણ 70 ટકનો ઘટાડો જોવા મળ્યો છે. કંપનીએ ચાલુ વર્ષે મે મહિનામાં 1,27,128 યૂનિટ્સ વેચ્યા છે, જ્યારે મે 2019માં 4,19,235 યૂનિટ્સ વેચ્યા હતા. કંપનીએ કહ્યું કે ચાલુ મહિને કુલ ઘરેલુ વેચાણ 83 ટકા ઘટીને 40,074 યૂનિટ્સ રહી ગયું છે. ગત વર્ષે મે મહિનામાં કંપનીએ 2,35,824 યૂનિટ્સનું વેચાણ કર્યુ હતું. બજાજના ઘરેલુ ટૂ વ્હીલર વાહનના વેચાણમાં 81 ટકા અને કમર્શિયલ વાહનોના વેચાણમાં 74 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.
TVS
આ ઉપરાંત ટીવીએસના વેચાણમાં પણ ઘટાડો થયો છે. કંપનીએ ગત વર્ષે આ મહિનામાં 2,36,807 યૂનિટનું વેચાણ કર્યુ હતું, જ્યારે ચાલુ વર્ષે મે મહિનામાં માત્ર 41,067 વાહન વેચ્યા છે. કંપનીના કહેવા મુજબ વેચાણમાં 82.65 ટકાનો ઘટાડો આવ્યો છે.
Royal Enfield
દમદાર બાઇક્સ માટે જાણીતી રોયલ એનફીલ્ડના વેચાણમાં પણ ઘટાડો આવ્યો છે. ગત મહિને કંપનીએ માત્ર 19,113 યૂનિટ્સ વેચ્યા છે, જ્યારે ગત વર્ષે સમાન મહિનામાં 62,371 યૂનિટ્સ વેચ્યા છે. કંપનીના વેચાણમાં 69.35 ટકાનો ઘટાડો આવ્યો છે. ઘરેલુ બજારની વાત કરીએ એનફીલ્ડે 18,249 મોટર સાયકલ વેચી છે, જ્યારે ગત વર્ષે 18,429 યૂનિટ્સ વેચ્યા હતા.