સરકારે નવી ગાઇડલાઇન્સ બહાર પાડી છે?
મોલમાં એન્ટ્રી કરતાં સમયે
- એન્ટ્રસ ગેટ પર થર્મલ સ્ક્રીનિંગ અને સેનિટાઈઝરની સુવિધા મળશે. થર્મલ સ્ક્રીનિંગ ફરજિયાત કરવામાં આવ્યું છે.
- ચહેરા પર માસ્ક હશે તો જ એન્ટ્રી મળશે.
- કોઈપણ લક્ષણ નહીં હોય તો જ મોલમાં એન્ટ્રી મળશે.
- એન્ટ્રસ ગેટ અને મોલની અંદર લાઈનમાં ઉભા રહેવા પર બે વ્યક્તિની વચ્ચે ઓછામાં ઓછું છ ફુટનં અંતર રાખવું પડશે.
- મોલમાં લોકોને વ્યવસ્થિત રીતે પ્રવેશની મંજૂરી આપવી પડશે. તેના માટે મોલ પ્રશાસને પૂરતી સંખ્યામાં કર્મચારી રાખવા પડશે જેથી સોશિયલ ડિસ્ટન્સિંગનું ધ્યાન રાખી શકાય.
મોલની અંદર
- મોલના પાર્કિંગ ક્ષેત્ર, બહારનો વિસ્તારમાં ભીડનું યોગ્ય મેનેજમેન્ટ કરવું પડશે.
- એલિવેટરોમાં લોકોની મર્યાદિત સંખ્યા હશે. એસી 24-30 ડિગ્રી અને હ્યૂમિડિટી 40-70% રહેશે.
- ખરીદારી, ભોજન કરવા માટે સામાજિક અંતર અને અન્ય ઉપાયોનું પાલન કરવું પડશે.
- મોલમાં કોરોના વાયરસ અને ચેપથી બચવા માટે લોકોને ઓડીયો અને વીડિયોના માધ્યમથી સાવચેત કરવામાં આવશે.
- ગ્રાહક, કર્મચારીઓ અને સામાનની ઉપલબ્ધતા સંબંધિત પ્રવેશ અને બહાર જવાના રસ્તા અલગ અલગ રાખવા પડશે.
- હોમ ડિલીવરીવાળા કર્મચારીઓને મંજૂરી આપવા અને તેને સામાન સોંપતા પહેલા તેના સ્વાસ્થ્યની તપાસ કરવાની રહેશે.