Real or Fake Aadhaar Card: આધાર કાર્ડ એ ભારતના સૌથી મહત્વપૂર્ણ દસ્તાવેજોમાંનું એક છે. દેશમાં કોઈપણ નાના-મોટા કામ માટે આધાર કાર્ડ જરૂરી બની ગયું છે. આધાર કાર્ડ સરકારી સંસ્થા UIDAI એટલે કે યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા જારી કરવામાં આવે છે. આધાર કાર્ડનો ઉપયોગ બેંકમાં ખાતું ખોલાવવા, મુસાફરી દરમિયાન, શાળા-કોલેજમાં પ્રવેશ વગેરે માટે થાય છે. આ સ્થિતિમાં તેનો ઉપયોગ ખૂબ જ મહત્વપૂર્ણ ID તરીકે થાય છે.


આધારના વધતા ઉપયોગ સાથે તેની સાથે સંબંધિત છેતરપિંડીના કેસોમાં પણ ઝડપથી વધારો થયો છે. આ સ્થિતિમાં UIDAIએ દરેક આધારમાં UIDAI સાથે QR કોડ ઉમેરવાનું પણ શરૂ કર્યું છે. તેની મદદથી અસલી અને નકલી આધાર કાર્ડ વચ્ચે તફાવત કરી શકાય છે. ઘણી વખત લોકો આધાર કાર્ડ સાથે છેડછાડ કરે છે કારણ કે તેઓ ધારે છે કે આધાર કાર્ડની વાસ્તવિક ઓળખ માટે માત્ર 12 અંકોની જરૂર છે પરંતુ આ માન્યતા સાચી નથી.


QR કોડ વગર અટકી પડશે તમામ કામ


ઘણી વખત લોકો આધાર કાર્ડની સારી રીતે સાચવણી નથી કરતા. આધાર કાર્ડને તોડી કે વગાડી નાખતા હોય છે. જેથી જ્યારે આધાર કાર્ડનો QR કોડ પાછળથી સ્કેન કરવામાં આવે ત્યારે તેને સ્કેન કરવામાં મુશ્કેલી પડતી હોય છે. જેના કારણે મહત્વનું કામ અટકી પડે છે. આ સ્થિતિમાં સૌ પ્રથમ તમારા આધારના બાર કોડની યોગ્ય રીતે કાળજી લો અને તેને તુટતુ અટકાવો. આ માટે આધારે તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી ટ્વીટ કરીને માહિતી આપી છે અને ચેતવણી આપી છે કે આધારને ગમે ત્યારે સ્કેન કરવાની જરૂર પડી શકે છે.


આધાર કાર્ડનો QR કોડ કેવી રીતે સાચવવો? 


આ રહી રીત


1. તમારો QR કોડ સુરક્ષિત રાખવા આધારને લેમિનેશન કરાવી શકો છો. જેથી આધારને ક્યાંથી વળશે કે તેમાં ઘેડ પડશે નહીં.

2. આધારનું કામ પત્યા બાદ તેને સુરક્ષિત રીતે મુકી દો. ધ્યાન રાખો કે તે કોઈના હાથમાં ના જાય.

3. આધાર કાર્ડને બાળકથી દૂર રાખો. ઘણી વખત બાળકો આધાર કાર્ડ ફાડી નાખે છે. જેથી QR કોડ સ્કેન કરવામાં ભારે મુશ્કેલી ઉભી થાય છે.

4. આધારને ઉંદરોથી પણ દૂર રાખો. જેથી તે તમારા આધાર કાર્ડને નુકસાન ના પહોંચાડી શકે.

5. ઓનલાઈન ઓર્ડર કરી PVC આધાર કાર્ડ મંગાવી શકો છો. તેને વોલેટમાં સારી રીતે રાખી શકાય છે. તેવી જ રીતે તેને ક્રેડિટ કાર્ડની જેમ સ્ટોર કરી શકો છો.