આ સોનાના કાર્ડની ખાસ વાત એ છે કે આ 18 કેરેટ સોનાનું બનેલું છે. હવે તમે વિચારી રહ્યાં હશો કે એની કિંમત શું છે. આ એટીએમ કાર્ડ 18,750 યૂરો એટલે કે આશરે 14 લાખ 70 હજાર રૂપિયા છે. એની અનેક ખાસિયતોના કારણથી એને લક્ઝરી પેમેન્ટ કાર્ડ્સની શ્રેણીમાં રાખવામાં આવ્યું છે.
- આ ડેબિટ કાર્ડ પર ગ્રાહકનું નામ અને હસ્તાક્ષર હશે. જે લોકોને ખરીદવા માટે વધારે આકર્ષણ કરે છે.
- સોનાના આ કાર્ડથી લેણ-દેણ કરવા પર કોઈ ટ્રાન્ઝેક્શન ફી પણ લાગતી નથી.
- આ કાર્ડનો ગ્રાહકો ઘણી રીતે ઉપયોગ કરી શકે છે. ગ્રાહકોને કોઈ ફોરેન એક્સચેન્જ ફી ચૂકવવી પડશે નહી.
કંપની તરફથી હાલમાં આ વાત પર કોઈ જાણકારી આપવામાં આવી નથી કે, આ લક્ઝરી પેમેન્ટ કાર્ડ કેટલા લોકો માટે રજૂ કરવામાં આવશે. પરંતુ એક દાવા મુજબ, સીમિત ગ્રાહકોને જ મળશે.