નવી દિલ્હીઃ સરકારે 2017-18 દરમિયાન બેરોજગારીના દર આંકડાઓ જાહેર કરવામાં આવ્યા છે. 2017-18 દરમિયાન દેશમાં બેરોજગારીનો દર 6.1 ટકા રહ્યો છે. આ આંકડાઓ સ્ટ્રેટેજિક મિનિસ્ટ્રી દ્ધારા જાહેર કરવામાં આવ્યા છે. તે સિવાય જીડીપી દરના આંકડાઓ પર જાહેર કરવામાં આવ્યા છે. 2018-19 દરમિયાન જીડીપીનો વિકાસ દર 6.8 રહેવાનો અંદાજ લગાવવામાં આવ્યો છે.


નાણાકીય વર્ષ 2018-19ના ચોથા ત્રિમાસિક ગાળા દરમિયાન જીડીપી વિકાસ દરમાં ઘટાડો નોંધવામાં આવ્યો હતો. એપ્રિલ, જૂન 2018માં 8.0 ટકા, જૂલાઇ-સપ્ટેમ્બર 2018મા 7.0 ટકા, ઓક્ટોબર-ડિસેમ્બર 2018માં 6.6 ટકા, જાન્યુઆરી-માર્ચ 2019માં 5.8 ટકા અને 2017-18માં જીડીપી વિકાસ દર 7.2 ટકા રહ્યો હતો.

આંકડાઓ અનુસાર, મહિલાઓની અપેક્ષામાં પુરુષોમાં બેરોજગારી વધુ છે. બંન્ને અલગ અલગ બેરોજગારી દરની વાત કરીએ તો દેશમાં પુરુષોની બેરોજગારીનો દર 6.2 ટકા જ્યારે મહિલાઓની બેરોજગારી દર 5.7 ટકા છે. લેબર સર્વે અનુસાર, છેલ્લા નાણાકીય વર્ષમાં દેશમાં બેરોજગારી દર પણ 6.1 ટકા રહ્યો છે.