Vande Bharat Trains:નાણામંત્રી નિર્મલા સીતારમણે સામાન્ય બજેટ રજૂ કરી દીધું છે. તેમણે રેલવે માટે મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, ત્રણ વર્ષમાં 300 નવી વંદે ભારત ટ્રેન ચલાવવામાં આવશે


 નાણામંત્રી નિર્મલા સીતારમણે સામાન્ય બજેટ રજૂ કર્યું છે. બજેટ રજૂ કરતા નાણામંત્રીએ કહ્યું કે, આપણે આઝાદીના 75માં વર્ષમાં છીએ. આ બજેટમાં આગામી 25 વર્ષ માટેની બ્લુ પ્રિન્ટ છે. આ દરમિયાન તેમણે રેલવે માટે એક મોટી જાહેરાત પણ કરી હતી. તેમણે કહ્યું કે અમે 3 વર્ષમાં 400 નવી વંદે ભારત ટ્રેનો દોડાવાની જાહેરાત કરી હતી.



નાણામંત્રીએ કહ્યું કે, આગામી 3 વર્ષમાં 400 નવી પેઢીની વંદે ભારત ટ્રેન વધુ સારી ક્ષમતા સાથે ચલાવવામાં આવશે. આગામી 3 વર્ષ દરમિયાન, 100 PM ગતિ શક્તિ કાર્ગો ટર્મિનલ વિકસાવવામાં આવશે અને મેટ્રો સિસ્ટમના નિર્માણ માટે નવી પદ્ધતિઓ અપનાવવામાં આવશે.


આ સિવાય સરકારે બજેટમાં યુવાનોને પણ રાહત આપી છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે 60 લાખ નવી નોકરીઓની જાહેરાત કરી છે. તેમણે એમ પણ કહ્યું કે 30 લાખ વધારાની નોકરીઓ ઉપલબ્ધ કરાવવાની સંભાવના છે.


60 લાખ નવી નોકરીઓ મળશે


નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં બજેટ રજૂ કર્યું છે. આ તેમનું ચોથું બજેટ છે અને આ વખતે પણ બજેટ પેપરલેસ સ્વરૂપે રજૂ કરવામાં આવી રહ્યું છે. બજેટ રજૂ કરતાં નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું કે ભારત વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થાઓમાંની એક છે. આ બજેટમાં આગામી 25 વર્ષ માટે બ્લુ પ્રિન્ટ રજૂ કરવામાં આવી રહી છે. દેશમાં આર્થિક પુનઃપ્રાપ્તિને મજબૂત કરવા પર ફોકસ છે. 60 લાખ નવી નોકરીઓ મળશે.


વિકાસદર 2 ટકા રહેવાનું અનુમાન છે દેશષની અર્થવ્યવસ્થા ઝડપથી મજબૂત થઈ રહી છે. દેશમાં રોકાણ વધારવાનું લક્ષ્ય છે. ગરીબોના જીવનમાં બદલાવવાની પ્રાથમિકતા. અર્થવ્યવસ્થાના મોરચે સરકાર પડાકારોનો સામનો કરી રહી છે. વેક્સીનેશન અભિયાનને ઝડપથી લાગું કરાયું. બજેટમાં આગામી 25 વર્ષ સુધીની બ્લૂપ્રિન્ટ.