Budget Session 1st February Will Be Start: સંસદનું બજેટ સત્ર 31મી જાન્યુઆરી 2023થી શરૂ થવા જઈ રહ્યું છે. બજેટ સત્ર (કેન્દ્રીય બજેટ-2023) 6 એપ્રિલ 2023 સુધી ચાલશે. લોકસભા અને રાજ્યસભાના સંયુક્ત સત્રને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના સંબોધન સાથે સત્રની શરૂઆત થશે. ગયા વર્ષે ઓગસ્ટમાં કાર્યભાર સંભાળ્યા બાદ સંસદના બંને ગૃહોને મુર્મુનું આ પ્રથમ સંબોધન હશે.
1 ફેબ્રુઆરીએ બજેટ રજૂ કરવામાં આવશે
મીડિયા રિપોર્ટ્સ અનુસાર સંસદનાં બજેટ સત્રના પહેલા દિવસે બંને ગૃહોમાં આર્થિક સર્વેમાં મૂકવામાં આવશે. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરી 2023ના રોજ સંસદમાં કેન્દ્રીય બજેટ (Union Budget 2023) રજૂ કરે તેવી સંભાવના છે.
બજેટ સત્ર બે ભાગમાં હશે
બજેટ સત્રનો પહેલો ભાગ 10 ફેબ્રુઆરી 2023 સુધી ચાલશે. દરમિયાન, વિરામ પણ આવશે, જે દરમિયાન વિવિધ મંત્રાલયોની ગ્રાન્ટ માટેની માંગણીઓનું સ્ટેન્ડિંગ કમિટીઓ દ્વારા નિરીક્ષણ કરવામાં આવશે. બજેટ સત્રનો બીજો ભાગ 6 માર્ચથી શરૂ થશે, જે 6 એપ્રિલ, 2023 સુધીમાં સમાપ્ત થવાની ધારણા છે.
PM આભાર પ્રસ્તાવ પર જવાબ આપશે
બજેટ સત્રના પહેલા ભાગમાં બંને ગૃહોમાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે. આ પછી કેન્દ્રીય બજેટ પર ચર્ચા શરૂ થશે. જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવનો જવાબ આપશે. તે જ સમયે, નાણામંત્રી નિર્મલા સીતારમણ પણ કેન્દ્રીય બજેટ પરની ચર્ચાનો જવાબ આપશે.
બજેટમાં શું નવું હોઈ શકે છે, એક નજરમાં સમજો
બજેટમાં સરકાર નવા વિસ્તારો માટે પ્રોડક્શન લિંક્ડ ઈન્સેન્ટિવ એટલે કે PLI સ્કીમની જાહેરાત કરી શકે છે.
નવી જાહેરાતોથી એક જિલ્લો એક ઉત્પાદન યોજનાને પ્રોત્સાહન મળવાની અપેક્ષા છે. જેથી ભારતમાં એક્સપોર્ટ હબ બની શકે, સાથે જ નવી નોકરીઓનું સર્જન થઈ શકે.
મોદી સરકાર બજેટમાં જમીન અધિગ્રહણ સંબંધિત અવરોધોને પણ દૂર કરી શકે છે.
સરકાર મૂળભૂત ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ન્યાયિક સુધારામાં સુધારાની પણ જાહેરાત કરી શકે છે.
સરકારે વર્ષ 2025 સુધીમાં આરોગ્ય પર જીડીપીના 2.5 ટકા ખર્ચ કરવાનું લક્ષ્ય રાખ્યું છે.