Use UPI without bank account: UPIના સરળ ઉપયોગે તેની પહોંચ દરેક વર્ગ સુધી ઝડપથી પહોંચાડી છે. જોકે, હજુ પણ ઘણા લોકો તેનો ઉપયોગ નથી કરી શકતા કારણ કે તેમની પાસે બેંક એકાઉન્ટ નથી. યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI)નો ઉપયોગ કરવા માટે બેંક એકાઉન્ટ હોવું જરૂરી છે. આનો સૌથી મોટો ગેરફાયદો એ બાળકોને થાય છે, જેમની પાસે બેંક એકાઉન્ટ નથી. જો તમારા બાળકો પણ બેંક એકાઉન્ટ ન હોવાને કારણે UPIનો ઉપયોગ નથી કરી શકતા તો હવે ચિંતા કરવાની જરૂર નથી. અમે તમને બેંક એકાઉન્ટ વગર UPIનો ઉપયોગ કરવાની પ્રક્રિયા જણાવી રહ્યા છીએ. UPI Circle ફીચર દ્વારા એક બેંક એકાઉન્ટ પર પરિવારના અનેક સભ્યો UPIથી લેવડ દેવડ કરી શકે છે. આવો જાણીએ કે આ ફીચર શું છે અને તેનો લાભ લેવા માટે રજિસ્ટર કરવાની પ્રક્રિયા શું છે?
UPI Circle શું છે?
UPI સર્કલ અનેક વ્યક્તિઓને UPI પેમેન્ટ કરવા માટે એક બેંક એકાઉન્ટનો ઉપયોગ કરવાની મંજૂરી આપે છે. આ વ્યક્તિઓ પરિવારના સભ્યો જેવા કે વરિષ્ઠ નાગરિકો, પતિ કે પત્ની અથવા બાળકો હોઈ શકે છે જેમની પાસે બેંક એકાઉન્ટ ન હોઈ શકે અથવા જેમના પરિવારના સભ્યો એક જ બેંક એકાઉન્ટનો ઉપયોગ કરે છે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI)નું કહેવું છે કે એક પ્રાથમિક યુઝર મહત્તમ 5 સેકન્ડરી યુઝર બનાવી શકે છે.
UPI Circle નો ઉપયોગ કેવી રીતે કરવો, અહીં જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
અહીં BHIM UPI ને ઉદાહરણ તરીકે લેવામાં આવ્યું છે. તમે અન્ય એપમાં પણ આ રીતે રજિસ્ટર કરી શકો છો.
સ્ટેપ 1: BHIM UPI એપ પર જાઓ અને 'UPI Circle' પર ક્લિક કરો. એક નવું પેજ ખુલશે અને અહીં તમારે 'Add Family or Friends' બટન પર ક્લિક કરવાનું રહેશે. તમારા UPI સર્કલમાં પરિવાર કે મિત્રોને જોડવા માટે તમારી પાસે બે રીતો છે QR કોડને સ્કેન કરો અથવા તેમની UPI ID નાખીને.
સ્ટેપ 2: અમે UPI ID વિકલ્પનો ઉપયોગ કરીને રજિસ્ટર કરી રહ્યા છીએ. જ્યારે તમે તમારા મિત્ર કે પરિવારની UPI ID ઉમેરો છો, ત્યારે 'મારા UPI સર્કલમાં ઉમેરો' બટન પર ક્લિક કરો. એક નવું પેજ ખુલશે અને તે તમને એ વ્યક્તિનો ફોન નંબર ટાઈપ કરવા કહેશે જેને તમે તમારા UPI સર્કલમાં ઉમેરવા માંગો છો. ધ્યાનમાં રાખો કે આ વ્યક્તિ તમારી કોન્ટેક્ટ લિસ્ટમાં હોવો જોઈએ નહીં તો તેને ઉમેરી શકાશે નહીં.
સ્ટેપ 3: હવે તમારી પાસે બે એક્સેસ પ્રકારના વિકલ્પો છે 'spend with limits' અથવા 'approve every payment'. પહેલા વિકલ્પમાં, તમે એક પૂર્વનિર્ધારિત મર્યાદા નક્કી કરો છો અને સેકન્ડરી યુઝર તે મર્યાદામાં જ લેવડ દેવડ કરી શકે છે. બીજા વિકલ્પ (દરેક પેમેન્ટને મંજૂરી આપો)માં તમારે સેકન્ડરી યુઝર દ્વારા શરૂ કરાયેલી દરેક લેવડ દેવડને મંજૂરી આપવી પડશે. તમારી જરૂરિયાતો પ્રમાણે પસંદગી કરો અને પછી 'આગળ વધો' પર ક્લિક કરો.
સ્ટેપ 4: spend with limits નો વિકલ્પ પસંદ કરો તો તમારે ત્રણ ઇનપુટ આપવાના રહે છે. એક વાર પૂર્ણ થયા પછી 'આગળ વધો' પર ક્લિક કરો. અધિકૃત કરવા માટે તમારો UPI પિન નાખો. બસ, હવે સેકન્ડરી યુઝર તમારા UPI સર્કલમાં જોડાઈ જશે.
આ પણ વાંચોઃ