Vande Bharat Sleeper Train Launch Date: લાંબી મુસાફરી કરતા રેલવે મુસાફરો માટે ખુશખબર છે. ભારતીય રેલવે (Indian Railways) તેની બહુપ્રતિક્ષિત અને દેશની સૌપ્રથમ 'વંદે ભારત સ્લીપર ટ્રેન' (Vande Bharat Sleeper Train) પાટા પર દોડાવવા માટે સજ્જ છે. રેલવે મંત્રાલય આગામી 17 January (શનિવાર) થી આ અત્યાધુનિક ટ્રેનનો પ્રારંભ કરવા જઈ રહ્યું છે. પ્રથમ સ્લીપર ટ્રેન પશ્ચિમ બંગાળના હાવડા (કોલકાતા) અને આસામના કામાખ્યા (ગુવાહાટી) વચ્ચે દોડશે. આશરે 958 કિલોમીટરના લાંબા રૂટ પર મુસાફરો હવે વિમાન જેવી સુવિધાઓનો અનુભવ કરી શકશે.

Continues below advertisement

વંદે ભારત સ્લીપરનું ભાડું (Fare List)

રેલવે દ્વારા આ પ્રીમિયમ ટ્રેન માટે અલગ-અલગ ક્લાસના ભાડા નક્કી કરવામાં આવ્યા છે. મુસાફરોને થર્ડ એસી (3AC), સેકન્ડ એસી (2AC) અને ફર્સ્ટ એસી (1AC) ની સુવિધા મળશે.

Continues below advertisement

થર્ડ એસી (3AC): હાવડાથી કામાખ્યા સુધીની મુસાફરી માટે ₹2,299 ચૂકવવા પડશે. જ્યારે હાવડાથી ન્યૂ જલપાઈગુડી માટે ₹1,334 અને માલદા ટાઉન માટે ₹960 ભાડું રહેશે.

સેકન્ડ એસી (2AC): આ ક્લાસમાં હાવડાથી કામાખ્યાનું ભાડું ₹2,970 નક્કી કરાયું છે. હાવડાથી ન્યૂ જલપાઈગુડી માટે ₹1,724 અને માલદા ટાઉન માટે ₹1,240 ટિકિટ દર રહેશે.

ફર્સ્ટ એસી (1AC): સૌથી લક્ઝુરિયસ મુસાફરી માટે હાવડાથી કામાખ્યાનો ચાર્જ ₹3,640 રહેશે. હાવડાથી ન્યૂ જલપાઈગુડી માટે ₹2,113 અને માલદા ટાઉન માટે ₹1,520 ચૂકવવા પડશે.

(નોંધ: રિટર્ન જર્ની એટલે કે કામાખ્યાથી પરત ફરતી વખતે ભાડામાં સામાન્ય ફેરફાર છે. જેમ કે, કામાખ્યાથી માલદા ટાઉન 3AC નું ભાડું ₹1,522 રહેશે.)

5% GST અને નવા નિયમો

મુસાફરોએ ખાસ નોંધ લેવી કે ઉપર જણાવેલ ભાડા બેઝ ફેર છે. રેલવેના જણાવ્યા મુજબ, ટિકિટ બુક કરતી વખતે મુસાફરોએ આ રકમ ઉપરાંત 5% GST અલગથી ચૂકવવો પડશે. એટલે કે ફાઈનલ ટિકિટની કિંમત થોડી વધારે હશે.

વધુમાં, આ ટ્રેનને 'પ્રીમિયમ કેટેગરી'માં રાખવામાં આવી હોવાથી તેમાં લઘુત્તમ ભાડા મર્યાદા (Minimum Fare Limit) લાગુ થશે. આ નિયમ મુજબ, 400 કિલોમીટરથી ઓછી મુસાફરી માટે ટિકિટ બુક કરાવી શકાશે નહીં.

શું RAC સિસ્ટમ નાબૂદ થશે?

સૂત્રોના જણાવ્યા અનુસાર, વંદે ભારત સ્લીપરમાં મુસાફરીનો અનુભવ શ્રેષ્ઠ બનાવવા માટે રેલવે મોટો નિર્ણય લઈ શકે છે. આ ટ્રેનમાં RAC (Reservation Against Cancellation) ની સુવિધા કદાચ નહીં હોય. તેનો અર્થ એ છે કે વેઈટિંગ લિસ્ટવાળા મુસાફરોને અડધી સીટ પર મુસાફરી કરવાનો વિકલ્પ નહીં મળે; માત્ર કન્ફર્મ ટિકિટ ધરાવતા મુસાફરો જ આરામદાયક મુસાફરી કરી શકશે.